IIM-Aના ક્લાસમાં બ્રેક લઈ નવ્યાએ કરિશ્મા-અનન્યા સાથે મજા કરી

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ એક્ટિંગમાં નસીબ અજમાવવાના બદલે બિઝનેસ મેનેજમેન્ટમાં કરિયર બનાવવાનો નિર્ણય લીધો છે. નવ્યાએ નંદા પરિવારના વારસાને આગળ વધારવાનું પસંદ કર્યું છે. નવ્યાએ બિઝનેસના નવા પાઠ શીખવા માટે IIM-અમદાવાદમાં એડમિશન લીધેલું છે. અન્ય વિદ્યાર્થીઓની સાથે IIM-Aમાં નિયમિત ક્લાસ એટેન્ડ કરી રહેલી નવ્યાએ તાજેતરમાં બ્રેક લીધો હતો.

નવ્યાએ એક એવોર્ડ ફંક્શનમાં કરિશ્મા અને અનન્યા સહિતની સેલિબ્રિટીઝ સાથે મજા કરી હતી.

નવ્યાએ આ મહિનાની શરૂઆતના દિવસોમાં IIM-Aમાં એડમિશન લીધું હતું અને પોતાની નવી શરૂઆત અંગે સોશિયલ મીડિયા પર વાત કરી હતી. નવ્યાએ તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલા એનબીટી ઉત્સવ એવોર્ડ 2024માં હાજરી આપવા માટે ક્લાસમાં બ્રેક લીધો હતો. આ ઈવેન્ટમાં કરિશ્મા કપૂર, કાર્તિક આર્યન, અનન્યા પાંડે, હિના ખાન, શર્વરી અને રાધિકા મદાન સહિત અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.

આ ફંક્શનના વીડિયો-ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. આ ઈવેન્ટમાં નવ્યાએ કરિશ્મા અને અનન્યા સાથે ઘણી વાતો કરી હતી. વેસ્ટર્ન ડ્રેસના બદલે ટ્રેડિશનલ સાડીમાં સજ્જ થઈને ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હતું. અનન્યાએ ગ્રીન સાડી, કરિશ્માએ એમ્બ્રોઈડરીવાળી ગોલ્ડન સાડી અને અનનન્યાએ ગ્રીન-ગોલ્ડન સાડી પસંદ કરી હતી.

અનન્યા પાંડેએ IIM-Aમાં બે વર્ષના BPGP MBA કોર્સમાં એડમિશન લીધેલું છે. 2026ના વર્ષમાં અનન્યાને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મળશે. IIM-Aમાં એડમિશન મળવાથી અનન્યા ખૂબ ખુશ હતી અને પોતાનું સપનું સાકાર થયું હોવાનું જણાવ્યુ હતું. નવ્યાએ IIM-Aમાં એડમિશન લેતાં પહેલાં જ ઉદ્યોગસાહસિક તરીકે શરૂઆત કરેલી છે. તેણે જાતિય સમાનતાને પ્રોત્સાહન માટે લોન્ચ કરેલો નવેલી પ્રોજેક્ટ ખૂબ વખણાયો હતો. નવ્યાએ ઉદ્યોગ સાહસિકતાના પાઠ શીખવાની સાથે સેલિબ્રિટીઝ સાથેના સંપર્ક જાળવવાના પ્રયાસ પણ કર્યા છે.