ભીંડાનું શાક બનાવવાની સામગ્રી
- ભીંડા,
- મીઠું,
- ચણાનો લોટ,
- મકાઈનો લોટ,
- ચોખાનો લોટ,
- લાલ મરચું પાવડર,
- હળદર પાવડર,
- ગરમ મસાલો,
- આમ ચુરણ પાવડર,
- ચાટ મસાલો,
- પાણી,
- તેલ
ભીંડાનું શાક બનાવવાની રીત
- ભીંડાને સારી રીતે ધોઈ, કોટનના કપડાંથી સાફ કરી લો. પછી ઊભા આકારમાં ભીંડાને સમારી લો. ગોળ સમારવા નહીં.
- હવે તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ ,મકાઈનો લોટ, હળદર-મીઠું-મરચું, ગરમ મસાલો, આમ ચુરણ પાવડર, ચાટ મસાલો ઉમેરો.
- હવે થોડું પાણી છાંટીને મિક્સ કરી લો. પછી હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં તૈયાર કરેલ ભીંડાને ઉમેરીને ફ્રાય કરો.
- થોડીવાર પાકવા દો, હવે કડાઈમાંથી બહાર કાઢી લો, તૈયાર છે કરકરું ભીંડાનું શાક, તમે સર્વ કરી શકો છો.