પંજાબી થાળીનો ઓર્ડર કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા પનીર ભુર્જી મંગાવવાનું ભૂલતા નથી. આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે કે ઢાબા સ્ટાઈલ ટેસ્ટી પનીર ભુર્જી ઘરે કેવી રીતે બનાવવું. સ્ટેપ બાય સ્ટેપ નોંધી લો પનીર ભુરજીની રેસિપી.
પનીર ભુર્જી બનાવવાની સામગ્રી
- પનીર,
- ડુંગળી,
- લીલા મરચા,
- ટામેટા,
- કેપ્સીકમ,
- આદુ-લસણની પેસ્ટ,
- હળદર,
- જીરું,
- હિંગ,
- લાલ મરચું પાવડર,
- ધાણાજીરું પાવડર,
- કોથમરી,
- તેલ,
- મીઠું.
પનીર ભુર્જી બનાવવાની રીત
- પનીર ભુર્જીમાં સૌ પ્રથમ પનીરને ખમણીને એક બાઉલમાં રાખો. પછી કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગનો વઘાર કરો.
- હવે તેમાં સમારેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
- પછી તેમાં કેપ્સીકમ, ટામેટા, આદુ-લસણની પેસ્ટ, હળદર, જીરું, હિંગ, મીઠું, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર ઉમેરી બધું મિક્સ કરો. પછી થોડીવાર પાકવા દો.
- હવે તેમાં ખમણેલું પનીર નાખીને બધા મસાલા સાથે મિક્ષ કરી લો. પછી ફરી થોડીવાર પાકવા દો. ગેસ બંધ કરી ઉપર કોથમરીથી ગાર્નિશ કરો. તૈયાર છે પનીર ભુર્જી તમે તેને રોટલી, ભાત,પરાઠા, પુરી વગેરે સાથે સર્વ કરી શકો છો.