મારવાડની ફેમસ ડુંગળી, લસણ અને મરચાની ચટણી બનાવવાની રેસીપી

મારવાડની ફેમસ ડુંગળી, લસણ અને મરચાની ચટણી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. આ ચટણીનો ટેસ્ટ તમને એવો તો દાઢે વળગશે કે ન પૂછો વાત. તો ચાલો જોઈએ મારવાડની ફેમસ ડુંગળી, લસણ અને મરચાની ચટણી બનાવવાની રેસીપી.

ડુંગળી, લસણ અને મરચાની ચટણી બનાવવાની સામગ્રી

સાત આખી ડુંગળી

સાત કાશ્મીરી આખા મરચા
એક ચમચી આંબલી
એક ચમચી ધાણા
એક ચમચી વરિયાળી
એક ચમચી સૂકા ધાણા
15 લસણની કળી
10 મીઠા લીમડાના પાન
રાઈ
મીઠું

મારવાડની ફેમસ ડુંગળી, લસણ અને મરચાની ચટણી બનાવવાની રીત

  • ડુંગળીને ઉપરના ફોતરાં કાઢી બાફી લો.
  • કાશ્મીરી મરચાના આગળના ડાંડલા કાઢી ટૂકડા કરી ગરમ પાણીમાં પલાળી દો. બીજા વાટકામાં આંબલી પણ પલાળી દો.
  • કડાઇમાં ધાણા, જીરું અને વરિયાળીને શેકી લો. પછી તે ઠંડા થાય એટલે મિક્સરમાં ક્રશ કરી દો.
  • મિક્સર જારમાં લાલ કાશ્મીરી મરચા, લસણની 10 કળીઓ અને મીઠા લીમડાના પાન ઉમેરો, પછી બી કાઢીને આમલી પણ ઉમેરી ક્રશ કરી દો.
  • હવે ડુંગળીને બહાર કાઢી એક બાઉલમાં તેને મેશ કરી દો.
  • હવે પેનમાં ચાર ચમચી તેલ લો. પછી તેમાં એક ચમચી અડદની દાળ, એક ચમચી જીરું, લસણ, રાઈ ઉમેરી પકાવો. પછી મીઠા લીમડાના પાન ઉમેરો પછી મિક્સરના મરચાનું મિશ્રણ અહીં ઉમેરો. થોડું પાણી ઉમેરી પાકવા દો. અહીં મેશ કરેલી ડુંગળી ઉમેરો. સ્વાદ મુજબ ઈચ્છો તો મીઠું ઉમેરી શકો છો. પછી ધાણા, જીરું અને વરિયાળીનો જે પાવડર કર્યો છે તે અહીં ઉમેરો. મિક્સ કરી તેને 4 મિનિટ પાકવા દો.