કિડની સ્ટોન એટલે કે પથરીના દર્દીઓએ નોનવેજ ફૂડ્સનું સેવન કરવાનું ટાળવુ જોઇએ. જંક ફૂડ્સ અને ડ્રિંક્સથી પણ કિડની સ્ટોનના દર્દીની સમસ્યા વધી શકે છે. આવા લોકોએ ખાવા-પીવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઇએ.
કિડની સ્ટોન આજના સમયમાં સૌથી કોમન પ્રોબ્લેમ બની ગઇ છે. જ્યારે આપણી કિડની વેસ્ટ પ્રોડક્ટ્સને યોગ્ય રીચે ફિલ્ટર ન કરી શકે ત્યારે આ વસ્તુઓ કિડનીમાં જમા થઇ જાય છે અને સ્ટોન બની જાય છે. કિડની સ્ટોનની ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો તેનાથી કિડની ફંક્શનિંગ ઓછું થવા લાગે છે અને કિડની ફેલિયરની સ્થિતિ પણ ઉભી થઇ શકે છે.
કિડની સ્ટોનના દર્દીઓએ ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ કારણ કે આપણા ડાયેટનો પથરી પર સીધો પ્રભાવ પડે છે. આજે અમે તમને તેના વિશે જરૂરી વાતો જણાવી રહ્યાં છીએ. કિડની સ્ટોનના દર્દીઓને સામાન્ય રીતે હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયેટ ફોલો કરવાની સલાહ આપવામાં આવે છે, જેથી સ્ટોનની સાઇઝ ન વધે. કિડની સ્ટોનના દર્દીઓને વધુ મીઠું અને નોનવેજ ફૂડ્સને અવોઇડ કરવાની સલાહ આપવામાં આવે છે.
આ સિવાય ખાટા ફ્રૂટ્સનું સેવન પણ ઓછું કરવું જોઇએ. કિડની સ્ટોનના પેશન્ટ્સને ખૂબ પાણી પીવું જોઇએ. ઘણીવાર નાની સાઇઝની પથરી પેશાબના રસ્તે બહાર નીકળી જાય છે. તેથી શરીરમાં પાણીની પૂરતી માત્રા હોવી ખૂબ જ જરૂરી છે.
કિડની સ્ટોનના દર્દી આ ફૂડ્સ ખાવાનું ટાળે: ડાયેટિશિયનની માનીએ તો વધારે સોડિયમવાળા ફૂડ્સ કિડની સ્ટોનની સમસ્યા વધી શકે છે. જંક ફૂડ્સમાં મીઠાની માત્રા વધુ હોય છે, જેના કારણે લોકોએ જંક ફૂડ્સ અને અન્ય નમકીન ફૂડ્સ ખાવાનું ટાળવું જોઇએ.
હાઇ પ્રોટીન ડાયેટથી પણ કિડની સ્ટોનની સમસ્યા વધી શકે છે. ખાસ કરીને એનિમલ પ્રોટીન જેમ કે, ઇંડા, મીટ, માછલી અને અન્ય નોનવેજને અવોઇડ કરવા જોઇએ. પ્રોટીન યુરિક એસિડ વધારે છે, જેનાથી સ્ટોનની સમસ્યા વધી જાય છે.
ઇમ્યુનિટી માટે ખાટા ફળોને ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કિડની સ્ટોનના દર્દીઓને આ વસ્તુઓ લિમિટમાં જ ખાવી જોઇએ. સિટ્રસ ફ્રૂટ્સમાં વિટામિન સી હોય છે. તેનો સ્વાદ ઓક્સીલેટ પ્રોડક્શનને વધારે છે જેના કારણે કિડની સ્ટોન વધી જાય છે.
કિડનીની પથરીથી પરેશાન લોકોએ પાલકનું સેવન કરવાનું ટાળવું જોઇએ. પાલકમાં ઓક્ઝલિક એસિડની વધારે માત્રા હોય છે, જે શરીરમાં જઇને ઓક્ઝલેટમાં તબદીલ થઇ જાય છે. તે કિડની સ્ટોનનું કારણ બને છે. તેથી પાલક ખાવાનું ટાળવું જોઇએ.
કિડની સ્ટોનના દર્દીઓએ કોલ્ડ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ પીવાનું ટાળવું જોઇએ. આ ડ્રિંક્સમાં ફોસ્ફોરિક એસિડ હોય છે જે કિડની સ્ટોનને વધારે છે. તેવામાં સોફ્ટ ડ્રિક્સનું સેવન ઓછામાં ઓછી માત્રામાં કરવું જોઇએ.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)