અંજીરના ફળને કાચા અને પાકા એમ બંને સ્વરૂપે ખાવામાં આવે છે. તેને સૂકવીને આખું વર્ષ ઉપયોગમાં લેવામાં આવે છે.અંજીરનું સેવન હૃદય માટે પણ ફાયદાકારક છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અંજીર ફાયદાકારક છે.
આ એક આયુર્વેદિક મહત્વ ધરાવતું ફળ છે, જે અનેક રોગોમાં ખૂબ જ અસરકારક છે. અંજીરના વાવેતરનો સમય મુખ્યત્વે ડિસેમ્બરથી જાન્યુઆરી અથવા જુલાઈથી ઓગસ્ટ સુધીનો હોય છે. અંજીર મે અને ઓગસ્ટ વચ્ચેના સમયગાળા દરમિયાન પાકે છે.
અંજીરને અંગ્રેજીમાં ફિગ કહે છે. આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે, જે શરીર માટે ફાયદાકારક છે. આ ફળ ખાવામાં જેટલું મીઠું છે એટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
આ ફળમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને આયર્ન વગેરે તત્વો મળી આવે છે. તે શરીરને સ્વસ્થ રાખે છે. અંજીરમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. તે અપચો, કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓ ઘટાડવામાં મદદરૂપ છે. જે કોઈ વ્યક્તિ ટાઈફોઈડથી પીડાઈ રહ્યું હોય તેને દૂધમાં અંજીર ઉકાળીને પીવડાવવાથી આરામ મળે છે.
ફાઈબરની સાથે અંજીરમાં નૈકોઝિન પણ જોવા મળે છે, જે વજનને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. અંજીરનું સેવન હૃદયને મજબૂત બનાવવા તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ફાયદાકારક છે.
અંજીરમાં નેચરલ સુગર મળી આવે છે, જે થાક અને નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે. તેના તત્વો હાડકાને મજબૂત રાખે છે. દરરોજ 4-5 અંજીરનું સેવન કરવાથી ફાયદો થાય છે. જો તમે મોટાપો અને ડાયાબિટીસની સમસ્યા છે, તો તમારે અંજીરનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)