પુરાણોમાં દર્શાવાયું છે કે દેવકાર્ય કરતા પણ પિતૃકાર્ય વધારે મહત્ત્વનું છે. આજના સમય પ્રમાણે શ્રાદ્ધ કરવાથી જીવનના બધા જ દુખો માંથી છુટકારો મળે છે.પિતૃઓના આશીર્વાદ માટે પિતૃતર્પણ,પિંડદાન અને બ્રાહ્મણ ભોજન કરાવવું ઉત્તમ માનવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે શ્રાદ્ધ કરવાથી આયુષ્ય,આરોગ્ય, સંતાન, ધન, વિદ્યા, સુખ પ્રાપ્તિ થાય છે.
અમાસનું શ્રાદ્ધ કરવાથી સર્વ મનોકામના સિદ્ધ થાય છે.
ગરૂડ પુરાણના અનુસાર પિતૃ પૂજન (શ્રાદ્ધ કર્મ)થી સંતુષ્ટ થઈને પિતૃ મનુષ્યો માટે આયુષ્ય, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, વૈભવ, પશુ, સુખ, ધન અને ધાન્ય આપે છે.
જાણો કઈ તિથિનું શ્રાદ્ધ કેવું ફળ આપનારું છે-
એકમ: એકમનું શ્રાદ્ધ કરવાથી ધન વધે છે.
બીજ: બીજનું શ્રાદ્ધ કરવાથી રાજા જેવી શક્તિ પ્રદાન થાય છે.
ત્રીજ: આ દિવસે શ્રાદ્ધ કરવાથી શત્રુ નાશ પામે છે.
ચોથ: ચોથ નું શ્રાદ્ધ કરવાથી છળકપટ દૂર થાય છે.
પંચમ: આ દિવસે શ્રાદ્ધ કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે.
છઠ્ઠ : છઠ્ઠનું શ્રાદ્ધ કરવાથી માન-સન્માન મળે છે.
સાતમ: આ તિથિનું શ્રાદ્ધ મોટા યજ્ઞો કર્યાના પુણ્યફળ આપે છે.
આઠમ: આઠમ નું શ્રાદ્ધ સમૃદ્ધિ આપનારું વપારનારું છે.
નોમ:આ દિવસે શ્રાદ્ધ કરવાથી માન-પ્રતિષ્ઠા વધે છે.
દશમ: દશમનું શ્રાદ્ધ સ્થિર લક્ષ્મી આપનારું છે.
અગિયારસ: આ દિવસનું શ્રાદ્ધ કરવાથી પાપો નાશ પામે છે.
બારસ: આ દિવસનું શ્રાદ્ધ કરવાથી અનાજ ખૂટતું નથી.
તેરસ: આ તિથિનું શ્રાદ્ધ કરવાથી વિદ્યા પ્રાપ્તિ થાય છે.
ચૌદસ: ચૌદશનું શ્રાદ્ધ કરવાથી શાંતિ મળે છે.
અમાસ : અમાસનું શ્રાદ્ધ સર્વ મનોકામના સિદ્ધ કરનારું છે. તથા અમાસના દિવસે પૂનમ તિથિ નુ શ્રાદ્ધ કરવાથી બુદ્ધિ શક્તિમાં વધારો થાય છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)