અરબાઝ ખાનનો પુત્ર અરહાન સાવકી માતા સાથે બોન્ડિંગ વધી રહ્યું છે. અરહાન શુરા ખાન સાથે જોવા મળ્યો હતો. ચાહકોએ શૂરા ખાન સાથે અરહાનની જબરદસ્ત બોન્ડિંગની પ્રશંસા કરી હતી. શુરા ખાને ડિસેમ્બર 2023માં અરબાજ સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ હવે આ વીડિયો જોવા મળ્યો છે. વીડિયો ઇન્સ્ટાગ્રામમાં ખુબ વાયરલ થયો છે, જ્યારથી અરબાઝ ખાને શુરા ખાન સાથે બીજા લગ્ન કર્યા છે, ત્યારથી તે દરેક જગ્યાએ તેની સાથે જોવા મળે છે.
શૂરા ખાનનું અરબાઝના પરિવાર સાથે ખૂબ જ સારું બોન્ડ છે. આટલું જ નહીં, તેનું અરબાઝ અને મલાઈકાના પુત્ર અરહાન સાથે પણ સારું બોન્ડ છે, જેની સાબિતી આ વીડિયોમાં જોવા મળે છે.