પ્રાઇવેટ નોકરી કરતા બીમાર પતિને તેની
પત્નીએ કહ્યું, આ વખતે કોઈ પ્રાણીઓના ડોક્ટરને દેખાડો
તો જ તમે સાજા થશો.
પતિએ પૂછ્યું : એવું કેમ?
પત્ની : (1) રોજ તમે મરઘાંની જેમ જલ્દી ઉઠી જાવ છો.
(2) ઘોડાની જેમ ભાગીને નોકરી પર જતા રહો છો.
(3) ગધેડાની જેમ આખો દિવસ કામ કરો છો.
(4) શિયાળની જેમ અલગ અલગ જગ્યાએથી
માહિતી ભેગી કરો છો.
(5) વાંદરની જેમ સિનિયર અધિકારીઓના ઈશારા પર
નાચો છો.
(6) ઘરે આવીને કૂતરાની જેમ પરિવારને ખિજાવ છો.
(7) અને પછી ભેંસની જેમ ખાઈને સુઈ જાવ છો.
માણસોનો ડોક્ટર તમને શું ખાક સાજા કરશે?
😅😝😂😜🤣🤪
કર્મચારી : સાહેબ તમારું શર્ટ સરસ લાગે છે.
મેનેજર : રજા નહીં મળે.
કર્મચારી : સાહેબ માત્ર શર્ટ જ સરસ લાગે છે,
ચહેરો તો ઘોંચું જેવો જ છે.
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)