બોલિવૂડમાં દરેક ફિલ્મ સાથે કલાકારોની ફી વધી રહી છે. મોટા સ્ટાર્સની ફીના કારણે ફિલ્મોનું બજેટ વધી જાય છે અને જ્યારે ફિલ્મ કમાણી કરી શકતી નથી ત્યારે મેકરને મોટું નુકસાન થાય છે. અજય દેવગનથી લઈને અક્ષય કુમાર સુધીના કલાકારોની ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નથી કરી રહી. આ સેલેબ્સની ફિલ્મો શરૂઆતના દિવસે માત્ર 3-4 કરોડ રૂપિયાનું કલેક્શન કરી રહી છે.
રાઉન્ડ ટેબલમાં ઝોયા અખ્તરે કરણ જોહરને પુરૂષ કલાકારોને ઓછી ફી ચૂકવવાની સલાહ આપી હતી.
હોલીવુડ રિપોર્ટર ઈન્ડિયાએ ડાયરેક્ટરોની રાઉન્ડ ટેબલનું આયોજન કર્યું હતું. જેમાં કરણ જોહરે કહ્યું હતું કે પુરૂષ કલાકારોની ફીમાં ફરી એકવાર ફેરફાર કરવાની જરૂર છે. આના પર ઝોયા અખ્તરે કરણ જોહરને ટોક્યા હતા.
ઝોયા કરણ જોહર પર ગુસ્સે
જ્યારે પુરૂષ કલાકારોની ફી વિશે વાત થઈ તો ઝોયા અખ્તરે કહ્યું- ‘તેઓને ખબર નહીં પડે પણ કરણ, તારે પૈસા આપવાનું બંધ કરવું પડશે. બસ એટલું જ.’ તેના જવાબમાં કરણ જોહરે કહ્યું કે તેણે પુરૂષ કલાકારોને ઊંચી ફી ચૂકવવાનું બંધ કરી દીધું છે.
કરણ જોહરે આગળ કહ્યું- ‘તમારી છેલ્લી બે ફિલ્મો કઈ છે? તમે કેટલી કમાણી કરી છે? તમે મને આ નંબર કયા અધિકારથી પૂછો છો? મેં કિલ નામની નાની ફિલ્મ બનાવી હતી. મેં તેમાં પૈસા રોક્યા, કારણકે તે એક હાઈ કોન્સેપ્ટ ફિલ્મ હતી અને તે નવોદિત ફિલ્મ હતી. કારણકે જ્યારે મેં તેને બનાવવાનું શરૂ કર્યું ત્યારે તે એક હાઈ કોન્સેપ્ટ એક્શન ફિલ્મ હતી. અન્ય કોઈ રીતે કિલ ન બનાવી શક્યા હોત. દરેક સ્ટારે મારી પાસેથી એટલા જ પૈસા માગ્યા જેટલુ બજેટ હતું. હું વિચારતો હતો, ‘હું તમને પૈસા કેવી રીતે આપી શકું? જયારે બજેટ 40 કરોડ રૂપિયા છે ત્યારે તમે 40 કરોડ રૂપિયા માગો છો? શું તમે ખાતરી આપો છો કે આ ફિલ્મ 120 કરોડની કમાણી કરશે? ત્યાં કોઈ ગેરંટી નથી, બરાબર ને? આખરે મને એક નવો વ્યક્તિ મળ્યો, અને તે બહારનો વ્યક્તિ હતો, મારે કહેવું જ જોઇએ.’
ઝોયાએ એવી પણ દલીલ કરી હતી કે ટેકનિકલ ક્રૂને સારી ચૂકવણી કરવી જોઈએ. કારણકે પુરૂષ સ્ટાર હાલમાં બજેટના 70% લે છે. કરણે કહ્યું કે કેટલાક યુવા પુરૂષ સ્ટાર્સ 40 કરોડ રૂપિયા ચાર્જ કરવા માંગે છે, તેમ છતાં તેઓ તેમની અભિનયની પસંદગીમાં જોખમ લેવા માંગતા નથી.