સ્ત્રી-2 એ ઈતિહાસ રચ્યો, રૂા. 600 કરોડની કમાણી કરી : ડોમેસ્ટિક બોક્સઓફિસ પર આટલી કમાણી કરનાર પ્રથમ હિન્દી મૂવી

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ સ્ત્રી-2 એ ઘરેલુ બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે આ આંકડો પાર કરનારી તે પ્રથમ હિન્દી ફિલ્મ બની છે.

સ્ત્રી-2 આ માઈલસ્ટોન હાંસલ કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની ગઈ છે.

મેટ્રોથી નોન-મેટ્રો, મલ્ટિપ્લેક્સથી સિંગલ સ્ક્રીન અને અર્બન સેન્ટરથી માસ માર્કેટ સુધી, સ્ત્રી-2 વિજેતા છે.

ફિલ્મ સ્ત્રી 2 આ વર્ષે 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના, શ્રદ્ધા કપૂર, અભિષેક બેનર્જી જેવા કલાકારો હતા. ફિલ્મમાં વરુણ ધવન અને તમન્ના ભાટિયાએ કેમિયો કર્યો હતો. આ ફિલ્મ અમર કૌશિકે ડિરેક્ટ કરી હતી.

અત્યાર સુધી સ્ત્રી-2નું કલેક્શન

પ્રથમ સપ્તાહ – 307.80 કરોડ

બીજા સપ્તાહ – 145.80 કરોડ

ત્રીજા સપ્તાહ – 72.83 કરોડ

ચોથું અઠવાડિયું – 37.75 કરોડ

પાંચમું અઠવાડિયું – 25.72 કરોડ

છઠ્ઠું અઠવાડિયું – 14.32 કરોડ

કુલ – 604.22 કરોડ

600 કરોડના ક્લબમાં પ્રવેશતા, સ્ત્રી-2 એ શાહરૂખ ખાનની જવાન અને પઠાણ, રણબીર કપૂરની એનિમલ અને પ્રભાસની બાહુબલી 2ના કલેક્શનને પાછળ મૂકી દીધી છે.

મૂવી – કલેક્શન

જવાન – 582.31 કરોડ

એનિમલ – 556.36 કરોડ

પઠાણ – 543.05 કરોડ

ગદ્દર 2 – 525.45

બાહુબલી 2 – 510.99 કરોડ

શ્રદ્ધાએ આ સિદ્ધિની ઉજવણી મિત્રો સાથે કરી હતી
ફિલ્મની મુખ્ય હિરોઈન શ્રદ્ધા કપૂરે તેના મિત્રો સાથે આ સિદ્ધિની ઉજવણી કરી હતી. રવિવારે સાંજે અભિનેત્રીએ મિત્રો સાથે કેક કાપી, જેના પર લખ્યું હતું – રેકોર્ડ બ્રેકિંગ સ્ત્રી.શ્રદ્ધા કપૂરે પણ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે.