જાસ્મીન ભસીન સાથે અલી ગોની થયો રોમેન્ટિક, ફોટો શેર કરતા જ એક્સ ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિકે કર્યું આ કામ

હાર્દિક પંડ્યા સાથે રિલેશનશિપમાં આવતા પહેલા નતાશા સ્ટેનકોવિક અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી. જ્યારે બંનેનું બ્રેકઅપ થયું ત્યારે નતાશાએ હાર્દિકને ડેટ કરવાનું શરૂ કર્યું અને અલીએ તેના મિત્ર અને એક્ટ્રેસ જાસ્મીન ભસીન સાથે આગળ વધ્યો હતો. આ દરમિયાન નતાશાએ હાર્દિક સાથે લગ્ન કર્યા અને છૂટાછેડા પણ લઈ લીધા. જ્યારે જાસ્મિન અને અલીએ લગ્ન કર્યાં નથી પરંતુ તેઓ સાથે ખુબ સારો સમય પસાર કરે છે.

આ કપલ સોશિયલ મીડિયા પર એકબીજાની રોમેન્ટિક તસવીરો પણ શેર કરે છે.

અલી ગોનીએ તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર જાસ્મીન ભસીન સાથેની એક રોમેન્ટિક તસવીર શેર કરી છે. આ મિરર પિક્ચરમાં બંને હસતા હોય છે. જાસ્મીને અલીના ખભા પર માથું મૂક્યું છે. જાસ્મિને અલીના ખભા પર માથું મૂકેલું છે અને અલી મિરર સેલ્ફી લઈ રહ્યો છે. આ તસવીર ચાહકોને ખુબ પસંદ આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે એક ખાસ વાતે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

નતાશા સ્ટેનકોવિકને અલી ગોનીની પોસ્ટ પસંદ આવી

વાસ્તવમાં, અલી ગોની-જેસ્મિન ભસીનની આ તસવીર ચાહકોને પસંદ આવી હતી અને સાથે જ નતાશા સ્ટેનકોવિકને પણ પસંદ આવી હતી. આ જોઈને બધાને નવાઈ લાગી રહી છે. હાર્દિક પંડ્યાથી છૂટાછેડા બાદ નતાશાએ અલીની આ પોસ્ટને લાઈક કરી હતી. તમને જણાવી દઈએ કે, અલી અને નતાશાએ ‘નચ બલિયે 9’માં એક્સ કપલ કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો. જેના કારણે લોકોને એ બંનેના રિલેશન વિશે ખબર પડી હતી.

અલી ગોનીએ નતાશા સ્ટેનકોવિક સાથે બ્રેકઅપનું કારણ જણાવ્યું

અલી ગોની તાજેતરમાં ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના પોડકાસ્ટમાં આવ્યા હતા. જ્યાં તેણે પોતાના અગાઉના સંબંધોના તૂટવા વિશે વાત કરી. જો કે તેણે નતાશાનું નામ લીધું ન હતું. આ સબંધ વિશે જણાવતા તેણે કહ્યું કે, તે તેના પરિવાર સાથે રહેવા માંગતી ન હતી. તેથી જ બ્રેકઅપ થયું હતું. અલીએ કહ્યું કે, હું મારા પરિવારની ઘણી નજીક છું. હું તેમનાથી દૂર રહી શકું નહીં.