પુરુષના લગ્ન પહેલા એના બેડરૂમમાં કઈ કઈ ચીજો હોય છે ?
ડિઓ, પરફ્યુમ, લવ લેટર્સ, ગિફ્ટસ, ગોગલ્સ,
વર્ક-આઉટનો સામાન, ફિલ્મોની ડીવીડીઓ,
સુંદર કન્યાના ફોટાવાળા મેગેઝીનો, રનીંગ શૂઝ,
ટેનીસ રેકેટ, ક્રિકેટની કિટ… વગેરે વગેરે
પુરુષના લગ્ન પછી એના બેડરૂમમાં કઈ ચીજો હોય છે ?
માથામાં દુખાવાની ગોળીઓ, ખરીદીના બીલો,
લોનના કાગળિયાં, વિમાની પોલીસી,
હપતાની ઉઘરાણીના લેટર્સ, પગારવધારાની અરજી,
નવી નોકરી માટે જાહેરખબરના કટીગ્સ અને
એક્સીડન્ટ વિમાંપોલીસીની ફાઈલ….
😅😝😂😜🤣🤪
લગ્નના જુદા જુદા તબક્કે દંપતીના બેડરૂમમાં
જુદા જુદા પ્રકારની સુગંધો આવતી હોય છે.
તબક્કો (૧) લગ્નના શરૂઆતના ૩ મહિના…
ફૂલો અને પરફ્યુમની સુગંધ !
તબક્કો (૨) લગ્નના ૩ વરસ પછી…
બેબી પાઉડર, બેબી લોશન, બેબી ક્રીમ અને
બેબી ડાયપર્સ!
તબક્કો (૩) લગ્નના ૧૦ વરસ પછી…
વિક્સ અને ઝંડુ બામ !
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)