પપ્પુ : અરે કાકી તમે વારંવાર
ઘરની અંદર-બહાર કેમ આવ-જા કરી રહ્યા છો?
કોઈ સમસ્યા છે કે શું?
વૃદ્ધ મહીલા : ના દીકરા,
મારી વહુ ટીવી પર જોઇને યોગા કરી રહી છે,
તેમાં બાબા રામદેવના કહી રહ્યા છે,
સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.
એટલે હું અંદર બહાર કરી રહી છું.
😅😝😂😜🤣🤪
ટપ્પુ : તારી આંખ કેમ સોજી ગઈ છે?
પપ્પુ : કાલે મારી પત્નીનો જન્મ દિવસ હતો
તો હું તેના માટે કેક લઈને ગયો હતો.
ટપ્પુ : પણ તેનું આંખ સાથે શું લેવાદેવા?
પપ્પુ : ઘરે જઈને
બધાની સામે કેકનું બોક્સ ખોલ્યું
ત્યારે ખબર પડી કે દુકાનદારે
‘હેપ્પી બર્થડે તપસ્યા’ ની જગ્યાએ
‘હેપ્પી બર્થડે સમસ્યા’ લખી દીધું હતું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)