એક મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે બજારમાં
ફરી રહી હતી, ત્યારે તેનો પતિ તેમને જોઈ ગયો.
પતિએ તે બંનેને જોતા જ
પત્નીના બોયફ્રેન્ડને મારવાનું શરુ કરી દીધું.
પત્ની : મારો હજી મારો,
પોતાની પત્નીને ક્યારેય ફરવા લઈ જતો નથી અને
બીજાની પત્નીઓને ફરવા લઈ જાય છે.
ત્યારે પત્નીના બોયફ્રેન્ડને જોશ આવ્યો અને
તેના પતિને જ મારવાનું શરુ કરી દીધું.
પત્ની : મારો હજી મારો,
પોતે તો ક્યારેય ફરવા લઈ નથી જતા અને
બીજાને પણ ફરાવવા નથી દેતા.
😅😝😂😜🤣🤪
પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ?
પત્ની (ખુશ થઈને) : હા જાનુ
જરૂર બનીશ.
પતિ : ખૂબ સરસ,
તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે.
પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)