ગરુડપુરાણ / પરિજનના મૃત્યુ બાદ આ બાબતોનું ધ્યાન રાખજો નહીંતર આત્માને કષ્ટ ભોગવવા પડશે અને…

આત્માની શાંતિ માટે કાર્ય
દરેક વ્યક્તિના મૃત્યુ બાદ તેની આત્માની શાંતિ માટે ક્રિયાકાર્ય કરવામાં આવે છે. આ સંસ્કારના કારણો પણ ગરુડપુરાણમાં આપવામાં આવ્યા છે.

પરિવારમાં જો કોઇનું મૃત્યુ થઇ જાય છે તો જરૂર આ નિયમોનું પાલન કરવું જોઇએ. કહેવાય છે કે મૃત્યુ બાદ આત્માને શાંતિ મળે છે.

પરિવારના કોઈપણ સભ્યના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર કરતા પહેલા સ્નાન કરાવો. તેમજ સ્વચ્છ વસ્ત્રો પહેરીને તેના શરીર પર ચંદન, ઘી અને તલનું તેલ લગાવો.
મૃતદેહને અગ્નિદાહ આપતા પહેલા મૃતકનો પુત્ર વીંધેલા વાસણમાં પાણી ભરે છે અને મૃતદેહની આસપાસ ફરે છે. આ ઘડાને છેલ્લે તોડી નાંખવો ખુબ જરૂરી છે. આ મૃત વ્યક્તિ પ્રત્યેના મોહને સમાપ્ત કરવા માટે કરવામાં આવે છે. જેથી આત્મા તેના પરિવાર સાથેના જોડાણને સમાપ્ત કરી શકે અને તેની આગામી યાત્રા શરૂ કરી શકે.
યાદ રાખો કે અંતિમ સંસ્કાર કર્યા પછી, પરિવારે પાછું વળીને ન જોવું જોઈએ, જેથી આત્માને પણ લાગે કે તેના પરિવારના સભ્યોએ પણ તેના પ્રત્યેનો લગાવ છોડી દીધો છે.
મૃતદેહના અગ્નિસંસ્કાર પછી ઘરે પહોંચતા જ મરચું અથવા લીમડો ચાવીને દાંતથી તોડી નાખવો જોઈએ. આ પછી લોખંડ, પાણી, અગ્નિ અને પથ્થરનો સ્પર્શ કરવો જોઈએ.
ગરુડ પુરાણમાં મૃત્યુ પહેલા કેટલાક કામો વિશે પણ જણાવવામાં આવ્યું છે, જે દરેક વ્યક્તિએ જીવતા જીવ કરવા જોઈએ જેથી મૃત્યુ પછી આત્માને કષ્ટ ન ઉઠાવવું પડે. આ માટે તેણે તલ, લોખંડ, સોનું, કપાસ, મીઠું, 7 અનાજ, જમીન, ગાય, પાણીનું વાસણ અને ચપ્પલનું દાન કરવું જોઈએ.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)