ફેશનના પાટનગર ગણાતા પેરિસમાં વર્ષના સૌથી મોટા ફેશન વીકનું આયોજન થયું છે. આ ફેશન વીકમાં જાણીતી મોડેલ અને હોલિવૂડ સ્ટાર્સ સાથે બોલિવૂડ સુંદરીઓ પણ રેમ્પ વોક કરી રહી છે.
ઐશ્વર્યા રાય અને આલિયા ભટ્ટે ફેશન શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગઈ કાલે પેરિસમાં પહોંચતાની સાથે જ ઐશ્વર્યાએ પોતાના હાથ પર વેડિંગ રિંગ બતાવી હતી. રેમ્પ વોક દરમિયાન પણ ઐશ્વર્યાના હાથમાં આ રિંગ જોવા મળતી હતી.
કેન્ડેલ જેનર, ઈવા લોન્ગોરિયા અને હીડી ક્લુમ સહિત અનેક સેલિબ્રિટેઝે ફેશન શોમાં આકર્ષણ જમાવ્યુ હતું.