નવ્યા નવેલી નંદાની આ હરકતે મામી ઐશ્વર્યા રાયનું કર્યું અપમાન, ફેન્સે સંભળાવી ખરીખોટી, જાણો શું છે મામલો

અમિતાભ બચ્ચનની લાડલી નવ્યા નવેલી નંદા બોલિવૂડથી દૂર છે. તેમ છતાં સતત કોઈને કોઈ વાતે ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયામાં નવ્યા ખૂબ એક્ટિવ છે. નવ્યા નવેલીનાં ફ્રેન્ડ લિસ્ટમાં અનેક સેલેબ્સનું નામ છે. જોકે લેટેસ્ટમાં સોશિયલ મીડિયામાં કંઈક એવું કર્યું કે જે એની મામી એટલે કે ઐશ્વર્યા રાય બચ્ચનનાં ફેન્સને જરા પણ આ વાત ગમી નથી.

આમ, નવ્યાને ટ્રોલ કરીને યુઝર્સ ખરીખોટી સંભળાવી રહ્યાં છે. તો જાણો આખરે શું છે વાત.

આ આખો મામલો આલિયા ભટ્ટની એક પોસ્ટ પછી શરૂ થયો છે. પેરિસ ફેશન વીક 2024ની કેટલીક તસવીરો આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. આ તસવીરોમાં આલિયા રેમ્પ પર વોક કરતી વખતે ફ્લાઇંગ કિસ આપતી જોવા મળી રહી છે.

આલિયાની પોસ્ટ સાથે જોડાયેલો છે મામલો
આલિયાની પોસ્ટ જોઈને યુઝર્સે એની માતા સોની રાજદાન, સાસુ નીતુ કપૂર તેમજ નણંદ રિદ્ધિમા કપૂર સહિત અનેક લોકોનાં વખાણ કર્યાં છે. પરંતુ લોકોની નજર માત્રને માત્ર નવ્યા નવેલીની કોમેન્ટ પર ટકી ગઈ છે. ઐશ્વર્યા રાયને છોડીને આલિયાને સપોર્ટ કરવાની વાત કરી છે. જોકે આ વાત ફેન્સને જરા પણ પસંદ પડી નથી.

આલિયાની પોસ્ટ પર નવ્યાએ શું કોમેન્ટ કરી?

નવ્યાએ આલિયાની પોસ્ટ પર કોમેન્ટ કરીને ચિયરઅપ કર્યું છે. કોમેન્ટમાં કંઈ લખ્યું નથી. બસ બે ઇમોજી શેર કરી છે. જેને જોઈને ટ્રોલ્સ ગુસ્સે થયા છે અને નવ્યાને ખરીખોટી સંભળાવી રહ્યાં છે.

જાણો ટ્રોલ્સ શું કહી રહ્યાં છે?

એક યુઝરે લખ્યું કે, ”ઐશ્વર્યા ક્વીન હતી, છે અને રહેશે.” આ સાથે બીજા એક યુઝર્સે કોમેન્ટ કરી છે કે, ”કાકીને સપોર્ટ કરી દીધો હોય તો મામીને પણ કરો.” આ સાથે અન્ય યુઝર્સે ”થોડો સપોર્ટ મામીને પણ કરી દો બહેન” એવી કોમેન્ટ કરી છે. આમ, નવ્યાની આ વાતથી ફેન્સ નારાજ થયા છે અને કોમેન્ટ્સ કરીને ખરીખોટી સંભળાવી રહ્યાં છે.

એશ-આલિયા અને સોનમ કપૂર છવાઈ ગયા
પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાય, સોનમ કપૂર અને આલિયા ભટ્ટનો જલવો જોવા મળ્યો. ફરી એકવાર સ્ટાઇલિશ ડિવાઝ રેમ્પ પર ખૂબસુરતીનો જલવો જોવા મળ્યો. એક્ટ્રેસની અદાઓએ દરેક લોકોનું દિલ જીતી લીધું. ઐશ્વર્યા છેલ્લાં ઘણાં સમયથી ફેશન વીકનો હિસ્સો બની રહી છે. જ્યારે આલિયા આ બ્યુટી કંપની માટે પહેલીવાર રેમ્પ પર ઉતરી છે. રેમ્પ પર એક્ટ્રેસ પૂરા જોશ સાથે વોક કરતી જોવા મળી. સોશિયલ મીડિયામાં આ ઇવેન્ટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.