જ્યોતિષીય ગણતરી મુજબ ગુરુ હાલમાં વૃષભ રાશિમાં છે. તે જ સમયે, 13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે ગુરુ અને શુક્ર એકબીજાથી સાત ઘરના અંતરે હોય છે ત્યારે સમસપ્તક રાજયોગ રચાય છે. આ રાજયોગ 3 રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ રાશિના જાતકોને સમસપ્તક રાજયોગથી ફાયદો
ગુરુને ધર્મ, જ્ઞાન, બુદ્ધિ, ધન, વૈવાહિક સુખ, સંતાન અને આધ્યાત્મિકતાનો કારક માનવામાં આવે છે.
તે જ સમયે, શુક્ર આનંદ, કલા, સંગીત, વિવાહિત જીવન, સંપત્તિ અને ભૌતિક સુખ માટે જવાબદાર છે. વૃષભ, ધન અને વૃશ્ચિક રાશિના જાતકોને સમસપ્તક રાજયોગથી ફાયદો થશે.
વૃષભ રાશિ
સમસપ્તક રાજયોગના કારણે વૃષભ રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે. નોકરીયાત લોકોની સમસ્યાઓ હલ થઈ શકે છે. ઈચ્છાઓ પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ પણ પહેલા કરતા સારી રહેશે.
ધન રાશિ
ધન રાશિના લોકો માટે પ્રગતિના દ્વાર ખુલશે. ધન રાશિના જાતકોને નાણાકીય લાભની તકો રહેશે. આ સિવાય તમને અટકેલા પૈસા મળી શકે છે. પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. વેપારીઓને નવી ડીલ મળી શકે છે જેમાં તેમને મોટો નફો જોવા મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોને સંસપ્તક રાજયોગનો લાભ મળશે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. જો તમે કોઈ રોગથી પીડિત છો તો તેનાથી રાહત મેળવી શકો છો. નોકરી અને કરિયરમાં તમને સફળતા મળશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)