જાહેરમાં બહુ ઓછી દેખાતી રેખા મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. તે 27 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં યોજાનારા ચોવીસમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (આઇફા) એવોર્ડસમાં ભાગ લેવા જઇ રહી હતી.
આ એવોર્ડસ સમારંભમાં રેખા પફોર્મ કરવાની છે. આવતા મહિને 70 વર્ષની થનારી રેખાનો એરપોર્ટ લુક જોઇને ખુશ થઇ ગયા હતા. ફુલ બ્લેક ડ્રેસ, ગળામાં સફેદ સ્કાર્ફ, બ્લેક હેડ-રેપૃ કન્કી સનગ્લાસિસ, લાલચટાક લિપસ્ટિક અને પગમાં સ્પોર્ટસ શુઝ પહેરીને નીકળેલી રેખા એકદમ યંગ અને બ્યુટીફુલ લાગતી હતી.
રેખાના પણ ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા ત્યારે કોઇએ તેના આ લુકને ફિલ્મ ‘ખુન ભરી માંગ’ના લુક સાથે સરખાવ્યો હતો.