હોલિવૂડથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સુધી દરેક પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. આલિયા ભટ્ટની એક પછી એક ફિલ્મો બની રહી છે. પ્રેગ્નેન્સી પછી તેણે ઝડપથી તેનું વજન ઘટાડ્યું છે. જોકે તેણે આ માટે ઘણી મહેનત પણ કરી હતી. અનુષ્કા શર્મા મોટા પડદાથી અંતર જાળવી રહી છે. પરંતુ બે બાળકો થયા પછી પણ તેણે પોતાને ફરીથી ફિટ બનાવી લીધી છે. આલિયા અને અનુષ્કા સિવાય બીજી ઘણી અભિનેત્રીઓ પણ છે, જેઓ માતા બન્યાના થોડા મહિના પછી જ પોતાની પ્રેગ્નેન્સી પહેલાની દિનચર્યામાં પાછી આવી ગઈ છે.
અભિનેત્રી માતા બન્યા બાદ પણ પોતાના કરિયર પર ધ્યાન આપવા માંગે છે.
પરંતુ તેમની ફિટનેસ માટે આલિયા ભટ્ટ અને અનુષ્કા શર્મા સહિત ઘણી અભિનેત્રીઓએ ગાય-ભેંસનું દૂધ છોડી દીધું છે. હોલિવૂડથી લઈને બોલિવૂડની સેલિબ્રિટીઓએ પણ વિગન ડાયટ અપનાવવાનું શરૂ કરી દીધું છે. રિતેશ દેશમુખ અને જેનેલિયાએ પણ ખુલાસો કર્યો છે કે તેઓ હવે સંપૂર્ણ રીતે વેજીટેરીયન બની ગયા છે. હવે સવાલ એ છે કે આલિયા અને અનુષ્કા સહિત ઘણા સ્ટાર્સે ગાય-ભેંસનું દૂધ પીવાનું બંધ કરી દીધું છે તો પછી તેઓ શું પીવે છે?
ગાય-ભેંસનું દૂધ કેમ નથી પીતા સ્ટાર્સ
આ સવાલનો જવાબ એ છે કે હવે આ સ્ટાર્સ પ્લાન્ટ આધારિત દૂધ પીવે છે. સારા અલી ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને બદામનું દૂધ પીવું ગમે છે. આલિયા ભટ્ટે પણ ખુલાસો કર્યો છે કે તે હવે માત્ર નારિયેળનું દૂધ પીવે છે. આ સિવાય તે બીજું દૂધ પીતી નથી. આટલું જ નહીં અનુષ્કા શર્માએ પોતાના એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ઘરે બનાવેલું બદામનું દૂધ પીવે છે. તેનો અર્થ એ કે તેને બજારમાંથી ખરીદવાને બદલે તેનું બદામનું દૂધ ઘરે તૈયાર કરવામાં આવે છે, જે તે દરરોજ પીવે છે.
માત્ર ગાય-ભેંસનું દૂધ જ નહીં ઘણી અભિનેત્રીઓએ એવું પણ કહ્યું છે કે તેઓ પશુઓના દૂધમાંથી બનેલું કંઈ પણ ખાતા નથી. આમ કરવાથી સ્ટાર્સને ફિટ રહેવામાં ઘણી મદદ મળે છે. આલિયા ભટ્ટને જ જુઓ રાહાને જન્મ આપ્યા બાદ ફરી તે ફિલ્મોના શૂટિંગમાં પાછી આવી હતી. રાહા હજુ ઘણી નાની છે, પરંતુ આલિયા સંપૂર્ણપણે ફિટ છે અને તેની ફિલ્મોમાં બેક ટુ બેક કામ કરી રહી છે. તેની આગામી ફિલ્મોની યાદીમાં ‘જીગ્રા’ અને ‘આલ્ફા’ જેવી મોટી ફિલ્મો પણ સામેલ છે.