IPL 2025: આગામી સિઝનમાં મેચોની સંખ્યામાં કરાયો વધારો? સામે આવ્યું મોટું અપડેટ

IPL 2025 મેગા ઓક્શન પહેલા, નવી સીઝનને લઈને દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. તાજેતરમાં, ખેલાડીઓની જાળવણી સંબંધિત નવીનતમ અપડેટ બહાર આવ્યું હતું કે આ વખતે તમામ ફ્રેન્ચાઇઝીઓને દરેક 5 ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી શકે છે. હવે નવી સિઝનમાં કેટલી મેચો રમાશે તે અંગેનું લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે.

IPL 2025માં રમાશે આટલી મેચ

નવી સિઝન પહેલા મેચોની સંખ્યાને લઈને ઘણી ચર્ચા થઈ રહી હતી કે આ વખતે મેચોની સંખ્યા વધી શકે છે. આ અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, IPL મેચોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને કારણે BCCIએ IPL 2025 માટે 84ને બદલે 74 મેચ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

વર્લ્કલોડને ધ્યાનમાં રખાશે

સુત્રોના જણાવ્યા અનુસાર 2025માં IPLમાં 84 મેચ ન રમાવાનું એક મહત્વનું કારણ ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને તેમના વર્કલોડને મેનેજ કરવામાં મદદ કરવાનું છે. ભારત હાલમાં તેમની સતત ત્રીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમવા માટે ફેવરિટ છે, જે 11 જૂનથી લોર્ડ્સમાં યોજાવાની છે અને BCCI એ સુનિશ્ચિત કરવા માંગે છે કે જો ખેલાડીઓ ક્વોલિફાય થાય તો તેમની તૈયારીના ભાગરૂપે તેમને પૂરતો આરામ મળે.

IPL 2025માં 84 મેચોના આયોજન અંગે કોઈ નિર્ણય લીધો નથી, કારણ કે મેચોની સંખ્યા વધવાને કારણે અમારે ખેલાડીઓ પરના બોજને ધ્યાનમાં રાખવું પડશે. જોકે 84 મેચો કોન્ટ્રાક્ટનો ભાગ છે, પરંતુ 74 કે 84 મેચોનું આયોજન કરવાનું BCCI પર નિર્ભર છે.