IPL 2025: કોલકાતાને મળ્યું ગૌતમ ગંભીરનું રિપ્લેસમેન્ટ, આ દિગ્ગજ બન્યો મેન્ટોર

KKRએ બ્રાવોને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. KKR ટીમમાં ગૌતમ ગંભીરનું સ્થાન બ્રાવો લેશે. ગંભીરના માર્ગદર્શન હેઠળ, KKR એ IPL 2024 નું ટાઇટલ જીત્યું. કેકેઆરએ શુક્રવારે આની જાહેરાત કરી હતી.

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને IPL 2025 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ દ્વારા નવા માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

બ્રાવો IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સનો બોલિંગ કોચ હતો. હવે તેણે આખરે CSK અને એમએસ ધોની છોડી દીધા છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા હતા. તે આ ટીમ માટે વર્ષ 2023 સુધી રમ્યો હતો. હવે KKR એ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. KKR ટીમમાં ગૌતમ ગંભીરનું સ્થાન બ્રાવો લેશે. ગંભીરના માર્ગદર્શન હેઠળ, KKR એ IPL 2024 નું ટાઇટલ જીત્યું. KKRએ આજે જાહેરાત કરી હતી.

સંન્યાસના 4 કલાક બાદ મળી જવાબદારી

બ્રાવોની નિમણૂક તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધાના ચાર કલાક પછી જ થઈ છે. બ્રાવોએ શુક્રવારે જ આની જાહેરાત કરી હતી. T20 ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બ્રાવોના નામે છે. તેણે આ ફોર્મેટમાં 582 મેચમાં 631 વિકેટ લીધી છે. જોકે, આ વર્ષે કેરેબિયન પ્રીમિયર લીગમાં તેને ઈજા થઈ હતી. KKR CEO વેંકી મૈસૂરે પુષ્ટિ કરી કે બ્રાવો કેરેબિયન પ્રીમિયર લીગમાં અન્ય તમામ નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝી સાથે કામ કરશે. તેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં મેજર લીગ ક્રિકેટ અને UAEમાં ILT-20નો પણ સમાવેશ થાય છે.

વેંકી મૈસૂરે પુષ્ટિ કરી

વેન્કીએ કહ્યું- ડીજે બ્રાવો અમારી સાથે જોડાયો તે ખૂબ જ રોમાંચક છે. તે જે પણ લીગમાં રમે છે, તે જીતવાની ઊંડી ઈચ્છા ધરાવે છે. તેના વ્યાપક અનુભવ અને જ્ઞાનથી ફ્રેન્ચાઈઝી અને તમામ ખેલાડીઓને ઘણો ફાયદો થશે. અમને એ વાતનો પણ ખૂબ આનંદ છે કે તે વિશ્વભરની અમારી અન્ય તમામ ફ્રેન્ચાઈઝી – CPL, MLC અને ILT20 સાથે જોડાશે.

IPL રમી ચુક્યો છે બ્રાવો

41 વર્ષીય બ્રાવો IPLની પ્રથમ ત્રણ સિઝન એટલે કે 2008 થી 2010 સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. આ પછી, 2011 માં, તેને ચેન્નાઈ સુપર કિંગ્સે હરાજીમાં ખરીદ્યો. 2016માં ચેન્નાઈના સસ્પેન્શન પહેલા બ્રાવોએ 2011માં ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2016માં જ્યારે ચેન્નાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યારે તેને ગુજરાત લાયન્સ ટીમે ખરીદ્યો હતો. 2018માં CSKની વાપસી બાદ, તે ફરી એકવાર આ ટીમમાં જોડાયો અને 2023 સુધી ટીમનો ભાગ રહ્યો.

આ દરમિયાન ચેન્નાઈની ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની હતી. બ્રાવોએ ડિસેમ્બર 2022 માં IPLમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને પછી લક્ષ્‍મીપતિ બાલાજીની જગ્યાએ CSKનો બોલિંગ કોચ બન્યો હતો. હવે તેને નવી જવાબદારી મળી છે. બ્રાવોએ આઈપીએલમાં 161 મેચમાં 183 વિકેટ લીધી છે અને તેના નામે 1560 રન પણ છે. જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. તે 2013 અને 2015માં બે પર્પલ કેપ્સ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી પણ બન્યો હતો.