ADVERTISEMENT
ADVERTISEMENT

PM મોદી ચેસ ઓલિમ્પિયાડ વિજેતાઓને મળ્યા, જુઓ ફોટો

ભારતીય ચેસ ઓલિમ્પિયાર્ડ વિજેતા મહિલા અને પુરુષ ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ભારતે 97 વર્ષમાં પહેલી વખત બંન્ને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

ભારતે પુરુષ અને મહિલા બંન્નેમાં ચેસ ઓલિમ્પિયાડમાં પહેલી વખત ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે. જે 97 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત થયું છે. આ ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેનાર પુરુષ અને મહિલા બંન્ને ટીમના ખેલાડીઓ ભારત પરત ફર્યા છે.

ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

ચેસ ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલી મુલાકાત બાદ ફોટો પણ સામે આવ્યા છે. પીએમ મોદીએ તમામ ખેલાડીઓને શુભકામના પણ પાઠવી હતી. તેમજ તમામ ખેલાડીઓ સાથે વાતચીત પણ કરી હતી.

ફોટોમાં જોઈ શકાય છે કે, પીએમ મોદીની સામે અર્જુન એરીગેસી તેમજ આર પ્રગનાનંદાએ એક મેચ પણ રમી હતી.ભારતીય પુરુષ ટીમે 10માં રાઉન્ડ બાદ ગોલ્ડ મેડલ પાક્કો કર્યો હતો. તો મહિલા ટીમે 11માં રાઉન્ડમાં ગોલ્ડ મેડલ પાક્કો કર્યો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT

ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશને વર્ષ 1927થી ચેસ ઓલિમ્પિયાડનું આયોજન શરુ કર્યું છે. ગત્ત વખતે આ ટૂર્નામેન્ટની યજમાની ભારતે વર્ષ 2022માં ચેન્નાઈમાં આયોજન કર્યું હતુ. ભારત આ વખતે ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન ટીમ ટૂર્નામેન્ટમાં વિજેતા રહી છે. જેમાં તેમણે 10 મેચમાં જીત મેળવવાની સાથે એક મેચ ડ્રો પણ રમી હતી.

ડી ગુકેશ ટૂર્નામેન્ટમાં સ્ટાર રહ્યો હતો. જેમણે 11માંથી 10 રાઉન્ડ જીત્યા છે.આ સફળતા ચેસ પ્રેમીઓની રમતમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રેરણા આપે.

ADVERTISEMENT
ADVERTISEMENT