ADVERTISEMENT
ADVERTISEMENT

અંગદ-નેહા ધૂપિયાએ બિશન સિંહ બેદીની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું, દિગ્ગજ ક્રિકેટરો એકઠા થયા


દિગ્ગજ ક્રિકેટર બિશન સિંહ બેદીની યાદમાં, તેમના પુત્ર અને અભિનેતા અંગદ બેદી અને પુત્રવધૂ નેહા ધૂપિયાએ બુધવારે દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બિશન સિંહ બેદીની જન્મજયંતિ પર આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓ આવી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર બિશન સિંહ ની એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં બિશન સિંહ બેદીનો દિકરો અને તેમની પત્ની નેહા ધૂપિયા, ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ અને અજય જાડેજા સહિત અનેક હસ્તીઓ આવી હતી.

આ કાર્યક્રમમાં કપિલ દેવ, યુવરાજ સિંહ, વીરેન્દ્ર સેહવાગ, મોહમ્મદ અઝહરુદ્દીન, મુરલી કાર્તિક, અજય જાડેજા, રામ ગુહા, મદન લાલ, અને ગુલ પનાગ, ગૌરવ કપૂર સહિતની ક્રિકેટની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી,

બિશન સિંહ બેદી દ્વારા સ્થપાયેલ, ટ્રસ્ટે ઘણા યુવા ક્રિકેટરોની કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં દિગ્ગજ યુવરાજ સિંહનો પણ સમાવેશ થાય છે, જેમને બેદીએ જ માર્ગદર્શન આપ્યું હતું.

ADVERTISEMENT
ADVERTISEMENT

અંગદ બેદીએ તેમના પિતાના વારસાને પ્રતિબિંબિત કરતા કહ્યું, “રમત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની ઉજવણી કરવા માટે, મારા પિતા હંમેશા તેમના સાથી ક્રિકેટરોને તેમના પરિવારના સભ્યો માનતા હતા.

તમને જણાવી દઈએ કે, બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ થયો હતો. તેમણે 1966 થી 1979 સુધી ટેસ્ટ ક્રિકેટ રમી હતી. તેમણે કુલ 67 ટેસ્ટ રમી અને 266 વિકેટ લીધીછે. વર્ષ 1970માં તેમને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન બિશન સિંહ બેદીનું 2023માં અવસાન થયું હતુ.

ADVERTISEMENT
ADVERTISEMENT