ફિલ્મ જિગરાનું દિલધડક ટ્રેલર રિલીઝ જીગરા ફિલ્મ એક એક્શન જેલ ડ્રામા ફિલ્મ છે. જેમાં સત્યા એટલે કે આલિયા ભટ્ટ પોતાના ભાઈ અંકુત એટલે કે વેદાંગ રૈનાને બચાવવા માટે સાત સમંદર પાર નીકળે છે. પોતાના ભાઈને બચાવવા માટે આલિયા ભટ્ટ કંઈ પણ કરવા તૈયાર હોય છે. પોતાના ભાઈના પ્રેમમાં આલિયા ભટ્ટ હથિયાર પણ ઉઠાવી લે છે. તેના રસ્તામાં જે પણ આવે છે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં પણ આલિયા ભટ્ટ વિચારતી નથી.
આલિયા ભટ્ટ અને વેદાંગ રૈનાની ફિલ્મ જિગરાનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ એકશન અવતારમાં જોવા મળશે. જિગરા ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.
આલિયા ભટ્ટ અને વેદાંગ રૈનાની એકશન ફિલ્મ જીગરાનું ટ્રેલર રિલીઝ થયું છે. ભાઈ બહેનના પ્રેમ પર આધારિત આ ફિલ્મમાં આલિયા ભટ્ટ એક્શન મોડમાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે તે પહેલા તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
સાત સમંદર પાર જેલમાં પહોંચી ગયેલા ભાઈને બચાવવા માટે આલિયા ભટ્ટ સાચો અને ખોટો દરેક રસ્તો અપનાવે છે.. ટ્રેલરમાં આલિયા ભટ્ટ જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળે છે. તે પોતાના ભાઈને વચન આપે છે કે તેને કંઈ થવા નહીં દે અને આ વચન પૂરું કરવા માટે આલિયા ભટ્ટ બધી જ હદો પાર કરતી જોવા મળે છે.
જીગરા ફિલ્મનું ટ્રેલર લોકોને ફિલ્મ જોવા માટે અટ્રેક્ટ કરે તેવું તો છે. 3 મિનિટ અને 1 સેકન્ડના ટ્રેલરમાં ફિલ્મની એક ઝલક જોવા મળે છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અલગ જ અવતારમાં જોવા મળે છે.
આલિયા ભટ્ટની ફિલ્મ જીગરા 11 ઓક્ટોબર 2024 ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે. વેદાંગ રૈનાની આ બીજી ફિલ્મ છે. વેદાંગ વર્ષની શરૂઆતમાં આવેલી ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝમાં જોવા મળ્યો હતો. હવે તે જીગરા ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. જીગરા ફિલ્મ આલિયા ભટ્ટે ધર્મા પ્રોડક્શન સાથે મળીને બનાવી છે. આલિયા ભટ્ટના પ્રોડક્શન હાઉસની આ બીજી ફિલ્મ છે. આ પહેલા તેણે ડાર્લિંગ્સ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી જે નેટફ્લિક્સ પર જોવા મળે છે.