ઉપવાસમાં ઘરે બનાવો બકાટાનું ફરાળી શાક, નોંધી લો રેસિપી

ઉપવાસ આવે એટલે ફરાળી વાનગી આવે. ઉપવાસમાં બટાકાની વાગનીઓ વધારે ખવાતી હશે. આજે ઉપવાસમાં ખવાય તેવું બટાકાનું ફરાળી શાક કેવી રીતે બનાવવું તેની વિશે વાત કરીશું.

બટાકાનું ફરાળી શાક બનાવવાની સામગ્રી

બાફેલા બટેટા,
તેલ,
જીરું,
લીલું મરચું,
આદુ,
મીઠો લીમડો,
ધાણાજીરું પાવડર,
કાળી મરી પાવડર,
સેંધા નમક,
કોથમરી,
મગફળીના દાણા.

ફરાળી બટાકાનું શાક બનાવવાની રીત

સ્ટેપ-1
સૌ પ્રથમ એક કૂકરમાં બટેટા બાફી તેની છાલ ઉતારી લો અને લીલા મરચા-આદુને સમારી લો.

સ્ટેપ-2
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું,લીલા મરચા-આદું,મીનઠો લીમડાના પાન ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ- 3
હવે તેમાં બાફેલા બટેટાના ટુકડા,સેંધા નમક,ધાણાજીરું પાવડર,કાળા મરી પાવડર ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ-4
હવે તેમાં શેકેલા શીંગદાણા,કોથમરી ગાર્નિશ કરી લો. તૈયાર છે ફરાળી બટેટાનું શાક, તમે સર્વ કરી શકો છો.