ઘણા ઘરોમાં મહેમાન આવે ત્યારે ચા-પાણી પછી પાન મુખવાસ આપવામાં આવતો હોય છે. તો આજે આવો પાનનો મુખવાસ ઘરે કેવી રીતે બનાવવો તેની રેસીપી તમને જણાવશે.
પાન મુખવાસ બનાવવા માટેની સામગ્રી
- નાગરવેલના 25 પાન
- વરિયાળી
- ધાણાદાળ
- સળી સોપારી
- મીઠી વરિયાળી
- ટુટી ફ્રુટી
- કાથો
- ગુલકંદ
પાન મુખવાસ બનાવવાની રીત
- નાગરવેલના પાનમાંથી જાડી ડાળખ કાઢીને તેને જીણા સમારી લો.
- પછી 10 કલાક માટે છાયામાં સુકવી દો.
- હવે એક બાઉલમાં પાંચ ચમચી વરિયાળી, પાંચ ચમચી ધાણાદાળ, પાંચ ચમચી સળી સોપારી, બે ચમચી મીઠી વરિયાળી, 50 ગ્રામ મિક્સ ટુટી ફુટી, અડધી ચમચી કાથો, અડધી ચમચી બહાર, ત્રણ ચમચી ગુલકંદ, પછી તેમાં સુકવેલા સમારેલા નાગરવેલના પાન ઉમેરો.
- હવે બધી વસ્તુ બરબાર મિક્સ કરી લો.
- તૈયાર છે તમારો પાનનો મુખવાસ.
- તેને એરટાઈટ ડબ્બામાં ભરી દો અને મહેમાન આવે ત્યારે આપો.