ADVERTISEMENT
ADVERTISEMENT

બજાર જેવું ટેસ્ટી ખીચું બનાવવાની રેસિપી

ગુજરાતી ખીચું રેસીપી: ગરમા ગરમ અને ટેસ્ટી ખીચું બધાને ભાવતું હોય છે. ગાર્ડનમાં જઈએ તો ત્યાં ગરમા ગરમ ખુચું મળતું જ હોય છે.

ખીચું બનાવવાની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • ચોખાનો લોટ
  • આખું જીરું
  • મીઠું
  • લીલા મરચા
  • અજમો
  • કોથમરી
  • ખાવાનો સોડા
  • તેલ
  • મેથીનો મસાલો

ખીચું બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • કઢાઈમાં ત્રણ કપ પાણી ઉમેરી ગરમ કરો.
  • હવે એક ચમચી જીરું ઉમેરી પાણી ઉકાળો
  • પછી થોડું મીઠું અને સમારેલા લીલા મરચા ઉમેરો.
  • હવે તેમા અજમો ઉમેરી થોડું મિક્સ કરો.
  • તમે અહીં લસણ વાટીને પણ ઉમેરી શકો છો. જો ભાવે તો.
  • થોડો ખાવાનો સોડા ઉમેરી, તમે પાપડ ખારો પણ ઉમેરી શકો છો.
  • પછી સમારેલી કોથમરી ઉમેરો અને એક કપ ચોખાનો જીણો લોટ ઉમેરી વેલણની મદદથી મિક્સ કરો અને હલાવતા રહો.
  • બધુ બરાબર મિક્સ કરો, જરૂર મુજબ ગરમ પાણી ઉમેરવું અને થોડીવાર પાકવા દો.
  • હવે બાઉલમાં ખીચું લો, તેના પર સિંગતેલ અને તેના પર મેથીનો મસાલો ઉમેરી સર્વ કરો. તૈયાર છે તમારું ટેસ્ટી ખીચું.