ADVERTISEMENT
ADVERTISEMENT

અખરોટ અને કેળાથી બનેલી સ્મૂધીથી દિવસની કરો શરૂઆત, ચોમાસામાં રહેશો હેલ્ધી અને એનર્જેટીક

દિવસની શરૂઆત એનર્જીથી ભરપૂર કરવા માટે અખરોટ અને કેળામાંથી બનેલી સ્મૂધી એ એક બેસ્ટ વિકલ્પ છે. અખરોટ અને કેળાની સ્મૂધી ટેસ્ટી હોવાની સાથે ખૂબ જ હેલ્ધી પણ હોય છે. જો તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત છો તો તમે આ સ્મૂધીને ટ્રાય કરી શકો છો. અખરોટ અને કેળામાંથી બનેલી સ્મૂધી એનર્જીનું પાવર હાઉસ છે અને દિવસભર એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે.

મગજ માટે પણ અખરોટ-કેળાની સ્મૂધી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેને બનાવવી ખૂબ જ સરળ છે અને તે મિનિટોમાં તૈયાર થઈ જાય છે.

અખરોટ અને કેળામાંથી તૈયાર થતી આ સ્મૂધીની ખાસિયત એ છે કે બાળકોને પણ તેનો સ્વાદ ખૂબ જ પસંદ આવે છે અને તેઓ સહેજ પણ નખરા કર્યા વગર તેને પીવે છે. આ સ્મૂધી પીધા પછી લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. તો ચાલો જાણીએ અખરોટ-કેળાની સ્મૂધી બનાવવાની સરળ રીત.

ADVERTISEMENT
ADVERTISEMENT

સામગ્રી

  • કેળા – 2
  • અખરોટ – 1/4 કપ
  • મધ – 2 ચમચી
  • એલચી પાવડર – 1/2 ચમચી
  • દૂધ – 2 ગ્લાસ
  • આઈસ ક્યુબ્સ – 2-3 (વૈકલ્પિક)

બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • અખરોટ-કેળામાંથી સ્મૂધી બનાવવા માટે સૌથી પહેલા અખરોટને તોડીને તેની અંદરના ભાગને એક બાઉલમાં કાઢી લો.
  • આ પછી કેળુ લો અને તેની છાલ કાઢીને તેના મોટા-મોટા ટુકડા કરી લો. હવે બ્લેન્ડર લો અને તેમાં કેળાના ટુકડા, અખરોટની અંદરનો ભાગ, બે ચમચી મધ અને એલચી પાવડર ઉમેરો.
  • છેલ્લે બ્લેન્ડર જારમાં દૂધ નાખો અને ઢાંકણને ઢાંકીને બધી વસ્તુઓને એકસાથે બ્લેન્ડ કરો.
  • તેને ત્યાં સુધી બલેન્ડ કરો જ્યાં સુધી બધી વસ્તુઓ સ્મૂધ ન થઈ જાય. અખરોટ-કેળાની સ્મૂધી બનીને તૈયાર છે.
  • તેને સર્વિંગ ગ્લાસમાં નાખો અને ઠંડુ કરવા માટે 2-3 બરફના ટુકડા પણ ઉમેરો.
  • દિવસની શરુઆત કરવા માટે અખરોટ અને કેળાની સ્વાદિષ્ટ સ્મૂધી તૈયાર છે. તેને પીધા પછી શરીરમાં એનર્જીનો અનુભવ થશે.