તમે તમારી મમ્મીને રોટલી બનાવતી જોયા હશે. તેઓ એકદમ ગોળ, પોચી અને ફુલેલી રોટલી બનાવે છે. આવી રોટલી ત્યારે જ બને જ્યારે લોટ યોગ્ય રીતે બાંધવામાં આવ્યો હોય. જો તમે લોટ કડક બાંધ્યો છે તો રોટલી કડક બનશે અને જો ઢીલો હશે તો લોટ ફાટી જશે અને જ્યાં જ્યાં ત્યાં ચોંટી જશે. જો તમે ઈચ્છો છો કે તમારી રોટલી પણ પોચી અને ફુલેલી બને તો અમે તમને એક એવી ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે અજમાવી શકો છો.
લોટ બાંધ્યા બાદ તેને ઢાંકી રાખો
લોટને વધારે સમય સુધી મસળવાથી તે કડક થઈ શકે છે. રોટલીને વધારે પડતી ઉંચી આંચ પર શેકવાથી અથવા લાંબા સમય સુધી તવા પર શેકવાથી તે કડક થઈ શકે છે. માટે લોટને હળવા હાથથી બાંધો. રોટલીને હંમેશા મધ્યમ આંચ પર જ શેકો. અને આ સાથે જ તેમાં વધારે સમય પણ ન લાગવો જોઈએ. લોટ જો સુકાઈ ગયો હશે તો તેનાથી રોટલી ફુલતી નથી. તેથી ધ્યાન રાખો કે લોટ નરમ હોય. લોટને બાંધ્યા બાદ તેને થોડા સમય સુધી ઢાંકીને મુકી રાખવો જોઇએ.
પોચી અને ફુલકા રોટલી બનાવવામાં દૂધનો પાઉડર કેવી રીતે મદદ કરે છે?
દૂધનો પાઉડર એક એવું તત્વ છે કે જે રોટલીને પોચી અને ફુલકા બનાવી શકે છે. જો તમારે રોટલી પોચી બનાવવી છે તો તેમાં લોટ બાંધતી વખતે એક ચમચી દૂધનો પાઉડર મિક્સ કરી દો. ત્યારબાદ યોગ્ય માત્રામાં પાણી નાખીને નરમ લોટ બાંધી લો. ત્યારબાદ તેને 7 થી 10 મિનિટ માટે મૂકી દો. જેનાથી લોટમાં હાજર ગ્લુટેન ફેલાઈ જાય છે અઇને લોટને નરમ બનાવી દે છે. જેનાથી તમે રોટલી બનાવશો તે પોચી જ થશે. ધ્યાન રાખો કે લોટ સરખી રીતે બંધાયેલો હોવો જોઈએ.
- દૂધનો પાવડરમાં પોતાના અલગ ગુણ છે, જેના કારણે તે રોટલીને ફુલવામાં અને પોચી બનાનવામાં મદદ કરે છે. જ્યારે તમે દૂધના પાવડરને લોટમાં ભેળવીને લોટ બાંધો છો ત્યારે તે પાણીને શોષી લે છે અને વધુ હાઇડ્રેટેડ મિશ્રણ બનાવે છે. આ હાઇડ્રેશન રસોઈ દરમિયાન લોટને સુકાઈ જતો અટકાવે છે, પરિણામે વધુ નરમ રોટલી બને છે. દૂધના પાવડરમાં હાજર પ્રોટીન અને ચરબી લોટની રચનાને જાળવી રાખે છે.
- દૂધ પાવડર લોટમાં એક બાઈન્ડિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જે સામગ્રીને વધુ અસરકારક રીતે એકસાથે રાખવામાં મદદ કરે છે. આનાથી લોટની સ્થિતિસ્થાપકતા પણ સુધરે છે. તમે કણક ફાડ્યા વિના એકસરખી અને સરળ રોટલી બનાવી શકો છો.
- દૂધના પાવડરમાં ખાંડ હોય છે. જે રોટલીને તવા પર શેકતા તેને આછો ભૂરો રંગ આપે છે. જેનાથી ખાવામાં વધુ સ્વાદ આવે છે. દૂધ પાવડર પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય જરૂરી પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. રોટલીના લોટમાં દૂધનો પાવડર ઉમેરીને તમે માત્ર તેની બનાવટમાં સુધારો જ નહીં પરંતુ તેના પોષક તત્વોને પણ સુધારો છો. જેના તે એક સ્વસ્થ વિકલ્પ છે.