ADVERTISEMENT
ADVERTISEMENT

31 વર્ષના ખેલાડીએ રચ્યો ઈતિહાસ, આ લીગમાં સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન

સ્કોટિશ બેટ્સમેન જ્યોર્જ મુન્સે જિમ આફ્રો T10 લીગમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે 263ના સ્ટ્રાઈક રેટથી માત્ર 38 બોલમાં અણનમ 100 રન બનાવ્યા, જેમાં 10 ફોર અને 6 સિક્સર પણ સામેલ હતા. આ તોફાની ઇનિંગ્સ છતાં, જ્યોર્જ મુન્સે T10 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ રહ્યો હતો. T10માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ઈંગ્લેન્ડના વિલ જેક્સના નામે છે.

વર્ષ 2023માં તેણે માત્ર 25 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. જો કે, 31 વર્ષીય મુન્સીએ ચોક્કસપણે ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાનો રેકોર્ડ તોડ્યો છે.

ઉથપ્પાને છોડ્યો પાછળ

જિમ આફ્રો T10 લીગની બીજી સિઝન ઝિમ્બાબ્વેમાં રમાઈ રહી છે. 26 સપ્ટેમ્બરના રોજ, આ સિઝનની 16મી મેચ હરારે બોલ્ટ્સ અને ડરબન વુલ્વ્સ વચ્ચે રમાઈ હતી. આ દરમિયાન મુન્સેએ માત્ર 38 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. તે આ લીગમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ ઉપરાંત રોબિન ઉથપ્પાને પાછળ છોડીને તે આ લીગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. ઉથપ્પાએ પ્રથમ સિઝનમાં 36 બોલમાં 88 રન બનાવ્યા હતા, જે આ લીગમાં અત્યાર સુધીનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હતો. જો કે હવે આ રેકોર્ડ તૂટી ગયો છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

હરારેએ કારમી હાર આપી હતી

ડર્બને ટોસ જીતીને હરારેને પ્રથમ બેટિંગ કરવાનું કહ્યું હતું. હરારેની ટીમે તેની પહેલી વિકેટ બીજી જ ઓવરમાં ગુમાવી દીધી હતી. આ પછી જ્યોર્જ મુન્સે બેટિંગ કરવા આવ્યો હતો. આવતાની સાથે જ મુનસેએ બાઉન્ડ્રી મારવાનું શરૂ કર્યું અને માત્ર 38 બોલમાં સદી ફટકારી દીધી. તેની સદીની મદદથી હરારેની ટીમે 10 ઓવરમાં 174 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT

પીછો કરતા ડરબનના ઓપનરોએ સારી શરૂઆત કરી હતી. ટીમે માત્ર 2 ઓવરમાં 36 રન બનાવી લીધા હતા. પરંતુ પ્રથમ ઝટકા બાદ ટીમ વાપસી કરી શકી ન હતી. પહાડ જેવો સ્કોર જોઈને બેટ્સમેનો દબાણમાં આવી ગયા અને ટીમ ચેઝ દરમિયાન નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી. આથી 10 ઓવરના અંતે સમગ્ર ટીમ 6 વિકેટના નુકસાને માત્ર 119 રન જ બનાવી શકી હતી. આ રીતે હરારેની ટીમે આ મેચ સરળતાથી 54 રને જીતી લીધી હતી. આ જીત સાથે ટીમે 6માંથી 5 મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે.