કોહલીનો જબરો ફેન, 58Km સાયકલ ચલાવીને વિરાટને જોવા સ્ટેડિયમ પહોંચ્યો

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ વરસાદના પડછાયા હેઠળ હતી, જેના કારણે પ્રથમ દિવસની રમત નિર્ધારિત સમય કરતા 1 કલાક મોડી શરૂ થઈ હતી. આ જોવા માટે હજારો દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીનો એક યુવા ફેન પણ પોતાના હીરોને જોવા ઉન્નાવથી 58 કિલોમીટર દૂર કાનપુર પહોંચ્યો હતો.

રોહિત શર્માના નિર્ણયથી તૂટયું બાળકનું દિલ

તેણે આ પ્રવાસ 7 કલાકમાં કવર કર્યો હતો. આ બાળકે જણાવ્યું કે તે સવારે 4 વાગે ઘરેથી નીકળ્યો હતો અને 11 વાગે કાનપુર પહોંચ્યો હતો. જો કે, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાના એક નિર્ણયથી આ બાળકની મહેનત બગાડી નાખી.

વિરાટને જોવા આવેલા બાળકનું દિલ તૂટી ગયું

રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા 9 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ ઘરેલું ટેસ્ટ શ્રેણીમાં ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ગાઢ વાદળોના આવરણને કારણે ભારતીય ટીમને તેનો ફાયદો થયો. ભારતીય બોલરોએ પ્રથમ સેશનમાં 29 રનના સ્કોર પર 2 વિકેટ પડી હતી. પરંતુ વિરાટને જોવા આવેલા બાળકનું દિલ તૂટી ગયું હતું. તે વિરાટની બેટિંગ જોઈ શક્યો નહોતો.

કાનપુર ટેસ્ટની શરૂઆત 1 કલાક મોડી થઈ

આખી રાત વરસાદને કારણે મેદાન ભીનું હતું, તેથી કાનપુર ટેસ્ટની શરૂઆત 1 કલાક મોડી થઈ હતી. ગાઢ વાદળોને જોતા કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી. બાંગ્લાદેશની ટીમ પ્રથમ સેશનમાં સંઘર્ષ કરી રહી હતી. પરંતુ લંચ બ્રેક બાદ તેના બેટ્સમેનોએ સારી બેટિંગ કરી હતી.

35 ઓવરમાં 3 વિકેટ ગુમાવી

બાંગ્લાદેશની ટીમે 35 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા છે. ખરાબ લાઈટના કારણે આ રમત હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. વરસાદની સંભાવનાને જોતા સમગ્ર મેદાનને પણ ઢાંકી દેવામાં આવ્યું છે.

આકાશદીપે શાનદાર બોલિંગ કરી

બાંગ્લાદેશનો ઓપનર શાદમાન ઈસ્લામ 24 રન બનાવીને આઉટ થયો હતો અને કેપ્ટન નઝમુલ હુસેન શાંતો 31 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે અન્ય ઓપનર ઝાકિર હસન ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. ભારત તરફથી આકાશદીપે શાનદાર બોલિંગ કરી હતી અને 10 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી, જ્યારે રવિચંદ્રન અશ્વિનને એક સફળતા મળી હતી.