કાનપુર ટેસ્ટમાં આર અશ્વિનનો કમાલ, ગ્લેન મેકગ્રાને પાછળ છોડીને કર્યું મોટું કારનામું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ કાનપુરમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદના નામે રહ્યો હતો. લંચ બાદ થોડી વારમાં વરસાદ શરૂ થયો હતો.દિવસની રમતના અંતે બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. તે જ સમયે, આર અશ્વિને પહેલા જ દિવસે એક મોટું કારનામું કર્યું છે.

ગ્લેન મેકગ્રાને છોડ્યો પાછળ

આર અશ્વિનનો જાદુ પહેલા દિવસના બીજા સેશનમાં ફરી એકવાર જોવા મળ્યો હતો.

લંચ પછી તેની બીજી ઓવર નાખતી વખતે અશ્વિને બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોને 31 રનના વ્યક્તિગત સ્કોર પર એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ LBW વિકેટ લેનાર 5મો બોલર બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના મહાન બોલર ગ્લેન મેકગ્રાને પાછળ છોડી દીધો છે. ટેસ્ટમાં સૌથી વધુ LBW વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ LBW વિકેટ લેનાર બોલર

  • 156- અનિલ કુંબલે
  • 149- મુરલીધરન
  • 138- શેન વોર્ન
  • 119- વસીમ અકરમ
  • 114- આર અશ્વિન
  • 113- ગ્લેન મેકગ્રા
  • 112- કપિલ દેવ

અનિલ કુંબલેને છોડ્યો પાછળ

આ સાથે જ આ મેચમાં વિકેટ લીધા બાદ આર અશ્વિન એશિયામાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે. તેણે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે. તેણે એશિયામાં 419 વિકેટ લીધી હતી.

  • 612- એમ મુરલીધરન
  • 420- આર અશ્વિન
  • 419- અનિલ કુંબલે
  • 354- રંગના હેરાથ
  • 300- હરભજન સિંહ

આકાશદીપે ફરી કર્યો કમાલ

કાનપુર ટેસ્ટ મેચમાં પણ આકાશદીપનો જાદુ જોવા મળ્યો હતો. તેણે આ મેચમાં પોતાની પહેલી જ ઓવરમાં ઝાકિર હસનને આઉટ કર્યો હતો. આ પછી તેણે ઈસ્લામને પોતાનો શિકાર બનાવ્યો. આજે તેણે 10 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.