ADVERTISEMENT
ADVERTISEMENT

પાકિસ્તાનની ટીમમાં થશે મોટો ફેરફાર! બાબર આઝમ પાસેથી છીનવાઈ શકે કેપ્ટન્સી

પાકિસ્તાનના કેપ્ટન તરીકે બાબર આઝમના ભવિષ્યને લઈને ક્રિકેટ જગતમાં અટકળો તેજ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા તાજેતરમાં આયોજિત ‘કનેક્શન કેમ્પ’માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના લગભગ તમામ મોટા ખેલાડીઓ અને કોચે ભાગ લીધો હતો. જેમાં બાબર આઝમ, સફેદ બોલના મુખ્ય કોચ ગેરી કર્સ્ટન અને ટેસ્ટ ટીમના મુખ્ય કોચ જેસન ગિલેસ્પીના નામ સામેલ છે.

બાબરના નેતૃત્વને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે PCBએ અધ્યક્ષ મોહસિન નકવીના નેતૃત્વમાં આ મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.

અહેવાલોએ આપ્યો સંકેત

પાકિસ્તાની મીડિયામાં તાજેતરના અહેવાલોએ સંકેત આપ્યો છે કે બાબર આઝમની કેપ્ટન તરીકેની સ્થિતિ તપાસ હેઠળ છે, ખાસ કરીને T20 વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ટીમના નિરાશાજનક પ્રદર્શન પછીકહેવામાં આવી રહ્યું છે કે, બાબર 2025માં ઘરઆંગણે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી સુધી પોતાની કેપ્ટનશિપ જાળવી રાખશે. પરંતુ પાકિસ્તાની ક્રિકેટર અહેમદ શહેઝાદે આ તમામ અહેવાલોને બકવાસ ગણાવ્યા છે.

કર્સ્ટન બાબરને સમય આપવાના મૂડમાં નથી

ADVERTISEMENT
ADVERTISEMENT

PCBના આંતરિક સૂત્રોને ટાંકીને, શહેઝાદે દાવો કર્યો હતો કે બોર્ડ તેની સામે કોઈ સત્તાવાર કાર્યવાહી કરે તે પહેલાં બાબરને તેની સ્વતંત્ર ઇચ્છાથી તેની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. બાબરની કેપ્ટનશીપ અંગે ગેરી કર્સ્ટનનો દ્રષ્ટિકોણ ખાસ નોંધનીય છે. અહેવાલો સૂચવે છે કે કર્સ્ટન ટીમમાં મોટા ફેરફારોની હિમાયત કરી રહ્યા છે અને બાબરને વધુ સમય આપવાના પક્ષમાં નથી.

બાબરને ગિલેસ્પીનો મળ્યો સાથ

આ વલણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વારંવાર જોવા મળે છે. ભૂતપૂર્વ વર્લ્ડકપ વિજેતા કોચ હોવાના કારણે, કર્સ્ટનનું વલણ પણ અર્થપૂર્ણ છે કારણ કે તે ઈચ્છે છે કે ટીમ આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરે. જોકે, ટેસ્ટ ટીમના કોચ જેસન ગિલેસ્પીએ બાબરને તેના તાજેતરના ફોર્મને લઈને સમર્થન આપ્યું છે. તેનું માનવું છે કે બાબરને તક મળવી જોઈએ અને તે ટૂંક સમયમાં વાપસી કરશે.

ADVERTISEMENT
ADVERTISEMENT