હાલમાં ‘સ્ત્રી-2’થી બોકસ ઓફિસ પર સફળતાને પગલે હિન્દી ફિલ્મ ઉદ્યોગને હવે દિવાળીનાં તહેવારોમાં સફળતાની આશા છે. કારણ કે બધાની નજર હવે ‘સિંઘમ અગેઈન’ અને ‘ભૂલ ભુલૈયા-3’ પર છે. આ બન્ને ફિલ્મોની રિલીઝ પ્રોડયુસર માટે એક પડકાર બની રહેશે.
એક દિવસે બે મુખ્ય ફિલ્મની રિલીઝ એકબીજાને બોકસ ઓફીસ કલેકશનને નુકશાન કરી શકે છે.
જોકે ઉદ્યોગનાં ઘણા નિરિક્ષકો માને છે કે ફિલ્મને એક પછી એક રજુઆત કરવાથી પૂરતા અંતર સાથે તો બન્ને ફિલ્મોની બોકસ ઓફીસ સંભાવનાને સમજવામાં મદદ થઈ શકે. જોકે કેટલાંક નિર્માતાઓને લાગે છે કે બન્ને ફિલ્મોની અપીલ અલગ અલગ હોવાના કારણે આ જુગાર ફળશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં મીડીયા અને ક્ધટેન્ટ બિઝનેસના હેડ જયોતિ દેશપાંડે જણાવે છે, કે બન્ને ફિલ્મોની શૈલી તદન અલગ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં હોરર-કોમેડી અને એકશન શૈલીની ફિલ્મોને પસંદ કરવામાં આવે છે. જેમાં ‘મુંજયા’ અને ‘સ્ત્રી-2’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
મલ્ટીપ્લેકસ એસોસીએશન ઓફ ઈન્ડીયાના પ્રેસીડેન્ટ કમલ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે શૈલીઓમાં સિંઘમ અગેઈન એકશન છે. જયારે ‘ભૂલ ભૂલૈયા-3’હોરર કોમેડી છે. આ બન્ને ફિલ્મો પ્રેક્ષકોને આકર્ષિ શકે છે. એટલે દિવાળી વીક એન્ડમાં કોઈએ આ બન્ને ફિલ્મોને એકબીજાની ટકકર ન ગણવી.