ADVERTISEMENT
ADVERTISEMENT

‘બોલિવૂડમાં આયોજન અને સાઉથમાં નવીનતાનું મહત્ત્વ’

જુનિયર એનટીઆર હાલ ‘વૉર 2’નું શૂટિંગ કરી રહ્યો છે, ત્યારે તેણે સાઉથની ઇન્ડસ્ટ્રીની કામ કરવાની પદ્ધતિ અને નોર્થ એટલે કે બોલિવૂડમાં કામ કરવાની પદ્ધતિમાં ફરક વિશે વાત કરી હતી. ‘આરઆરઆર’માં એનટીઆર એક કરિશ્મેટિક હિરો તરીકે જોવા મળ્યો હતો. હવે તેની ‘દેવરા -પાર્ટ 1’ આવી રહી છે. તાજેતરમાં તેણે બોલિવૂડની ઇન્ડસ્ટ્રી અને સાઉથની ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની પદ્ધતિ ઘણી અલગ છે, તે અંગે વાત કરી હતી.

સાથે જ તેમની કારકિર્દીમાં અલગ પ્રકારના દૃષ્ટિકોણે કેટલી મદદ કરી છે, તે અંગે પણ વાત કરી હતી.

જુનિયર એનટીઆરે સાઉથની ઇન્ડસ્ટ્રીને ‘કેઓટિકલી ઓર્ગેનાઇઝ્ડ’ ગણાવી હતી. તેના કારણે જ ત્યાંના સેટ પર કામ કરીને લોકોમાં મૌલિકતા અને અલગ દૃષ્ટિકોણ વિકસે છે. તેમણે એમ પણ કહ્યું કે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં ભલે લોકો ટાઇટ ડેડલાઇનમાં કામ કરતાં હોય, તેમ છતાં દરેક ક્ષણને જીવી લેવામાં માને છે. તેઓ કોઈ પણ આયોજનને ચોક્કસપણે વળગી રહેવાને બદલે સર્જનાત્મકતા સાથે કામ કરવામાં અને દરેક વખતે કામમાં નવીનતા લાવવામાં માને છે. તેના કારણે દરેક કલાકાર વૈવિધ્ય સાથે અને અલગ પ્રકારની શૈલી સાથે કામ કરી શકે છે.

બોલિવૂડમાં સંપૂર્ણ પૂર્વ તૈયારીઓ અને ચોક્કસ આયોજન સાથે કામ કરવાની પ્રથા સાથે કામ કરવામાં આવે છે. હાલ તે આયાન મુખર્જીની ‘વૉર 2’માં કામ કરી રહ્યો છે, જે આદિત્ય ચોપરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ત્યાં જુનિયર એનટીઆરને અલગ પદ્ધતિ જોવા મળી. અહીં બધું જ માળખાગત રીતે ચાલે છે અને ખુબ તૈયારી સાથે કામ કરવાનો માહોલ છે. તેણે યાદ કરતાં કહ્યું કે એક સમય એવો આવ્યો કે તેને પોતાની જાતને આ સ્ક્રિપ્ટને વળગી રહેવાના વલણથી અલગ પાડવી પડી હતી અને પોતે કોઈ સ્ક્રિપ્ટ માટે શું વિચારે છે તેને અનુસરવાની કોશિશ કરવી પડી હતી. આ બાબતે આયાન શરૂઆતમાં ખચકાટ અનુભવતો હતો. ત્યારે જુનિયર એનટીઆરના દૃષ્ટિકોણનું મહત્વ સમજીને આદિત્ય ચોપરાએ આયાનને સમજાવ્યો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT

જુનિયર એનટીઆર અલગ વ્યક્તિના અલગ દૃષ્ટિકોણ અને દરેકની અલગ કામ કરવાની શૈલીથી સફળ પરિણામ મેળવી શકાય છે, તેમ માને છે. તે તેના પાત્રોને લખેલી સ્ક્રિપ્ટ કરતાં વધુ વિકલ્પો સાથે વિચારે છે અને તેની આત્મસૂઝ પર વિશ્વાસ મુકીને કામ કરે છે, તેના કારણે જ તે પોતાની કારકર્દીમાં સફળ થયો હોવાનું માને છે.

ADVERTISEMENT
ADVERTISEMENT