તો નોંધી લો કલાકંદની રેસિપી (Kalakand recipe).
કલાકંદ બનાવવા માટેની સામગ્રી ( Kalakand recipe in Gujarati)
1 લિટર દૂધ
200 ગ્રામ પનિર
100 ગ્રામ ખાંડ
4 બદામ
4 પિસ્તા
ઈલાયચી
કલાકંદ બનાવવાની રીત ( Kalakand Banavvani rit)
- દૂધને ગેસ પર ગરમ કરો, તેને સતત હલાવતા રહો.
- હવે તમે બદામ, પિસ્તાને જીણા સમારીલો. ઈલાયચીનો પાવડર બનાવી લો.
- ઉકળતું દૂધ અડધું થઈ જાય એટલે પનીરને ખમણીને તેમા ઉમેરી દો અને પાકવા દો.
- પાણી બળી જાય ત્યા સુધી હલાવતા રહો પછી તેમા દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો.
- પછી ગેસ બંધ કરી કઢાઈને નીચે ઉતારી દો. પછી તેમા ઈલાયચી પાવડર ઉમેરી દો.
- પછી એક પ્લેટમાં ઘી લગાવી આ મિશ્રણને કાઢી લો. પછી તેને વાટકીની મદદથી દબાવી ઉપરથી સમારેલા બદામ-પિસ્તા ઉમેરી ફરી દવાબી દો.
- પછી કલાકંદને જામવા માટે રાખી મૂકો તે જામી જાય પછી ચપ્પાની મદદથી તેના પિસ કરી લો. તો તૈયાર છે તમારું કલાકંદ.