ADVERTISEMENT
ADVERTISEMENT

જુનિયર NTR સ્ટારર ‘દેવરા’ વર્ષની બીજી સૌથી મોટી ઓપનર બની, જાણો 2 દિવસમાં કેટલું કલેક્શન કર્યું

સાઉથ ડાયરેક્ટર કોરતલા શિવાની ફિલ્મ ‘દેવરા’ મુવીએ બે દિવસમાં 100 કરોડનાં ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. જાહ્નવી કપૂર, જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાન સ્ટારર આ ફિલ્મ શુક્રવારના રોજ રિલીઝ થઈ હતી. પહેલાં દિવસે ફિલ્મે 82 કરોડ રૂપિયાનું ઓપનિંગ કરીને સુપરહિટ બની ગઈ હતી. આ ફિલ્મે 2 દિવસમાં 112 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

‘દેવરા પાર્ટ-1’ની કમાણીની રફ્તાર જોતાં એવું લાગી રહ્યું છે કે આ મુવી વર્ષ 2024ની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની શકે છે. આ પહેલાં આ રેકોર્ડ પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’નાં નામે છે. ‘દેવરા’ મુવીએ શનિવારના રોજ 40 કરોડ રૂપિયાની કમાણી કરીને 100 કરોડનાં ક્લબમાં એન્ટ્રી કરી દીધી છે. આમ, આ ફિલ્મ વર્ષની બીજી સૌથી મોટી ઓપનર બની ગઇ છે.

આ વર્ષની ટોપ 5 ફિલ્મો
આ લિસ્ટમાં ‘કલ્કિ 2898 એડી’ ટોપ પર છે. ત્યારબાદ ‘સ્ત્રી 2’ એ આતંક મચાવ્યો હતો. ત્રીજા નંબર પર ‘ધ ગ્રેટ ઓફ ઓલ ટાઇમ’ છે. આ સાથે ચોથા નંબર પર ‘ફાઇટર’ રહી છે. આમ, વાત કરવામાં આવે તો પાંચમા નંબર પર ‘હનુમાન’ છે. ડાયરેક્ટર પ્રશાંત વર્માની ફિલ્મ ‘હનુમાન’ એ વર્લ્ડવાઇડ 256 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ફિલ્મમાં જાહ્નવી કપૂર અને જુનિયર એનટીઆર મોટા પડદા પર રોમાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. પરંતુ બંનેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ પડી રહી છે. ફિલ્મમાં સૈફ અલી ખાને વિલનની ભૂમિકા નિભાવી છે. આ એક્ટિંગ લોકોને ખૂબ ગમી રહી છે. આ સાથે સૈફ અલી ખાનની એક્ટિંગનાં ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યાં છે. જુનિયર એનટીઆર એક્શન મોડમાં જોવા મળી રહ્યાં છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

આમ, તમને જણાવી દઈએ કે ‘દેવરા’નાં મેકર્સને ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે એવી આશા છે. ફિલ્મને હિટ કરવા માટે સાઉથ અને બોલિવૂડ સિતારાઓનું કોલાબોરેશન કરવામાં આવ્યું છે. આ માટે ફિલ્મ માત્ર સાઉથ સુધી સીમિત રહેતી નથી. જોકે બોક્સ ઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન ઓવરઓલ સારું ચાલી રહ્યું છે. જોકે હવે જોવાનું એ રહ્યું કે આ અઠવાડિયામાં ફિલ્મ કેટલી કમાણી કરી શકે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT