શાહરુખ ખાનથી લઈને દીપિકા પાદુકોણ સુધી, કરોડોમાં છે આ સ્ટાર્સના બોડીગાર્ડસની સેલેરી

બોલિવૂડના સેલેબ્સને અનેક લોકો ફોલો કરતાં હોય છે. જો તેઓ એરપોર્ટ પર અથવા ક્યાંક દેખાય જાય તો તેમની એક ઝલક માટે ફેન્સ કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય છે. આવી સ્થિતિમાં તમે હંમેશા સેલિબ્રિટીઓને તેમના મેનેજર અને બોડીગાર્ડ સાથે જોશો. શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધી ઘણા એવા બોલિવૂડ સેલેબ્સ છે જેમના બોડીગાર્ડ અને મેનેજર વર્ષોથી તેમની સાથે છે.

જાણો શું હોય છે તેમની સેલેરી

શાહરુખ ખાન

કિંગ ખાનની એક ઝલક જોવા માટે ફેન્સ પાગલ થઈ જાય છે. એસઆરકેની મેનેજરનું નામ પૂજા દદલાની છે, જે વર્ષોથી તેની સાથે છે. જ્યારે શાહરુખ ખાનનો બોડીગાર્ડનું નામ રવિ સિંહ ( Shah Rukh Khan Bodyguard ) છે. જેની વર્ષની સેલેરી લગભગ 3 કરોડ રુપિયા છે.

સલમાન ખાન

સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા ( Salman Khan Bodyguard ) વર્ષોથી તેની સાથે છે. તે હંમેશા સલમાનની સાથે જ જોવા મળે છે. શેરાનું અસલી નામ ગુરમીત સિંહ છે. શેરાની વર્ષની સેલેરી 2 કરોડ રુપિયા છે. એટલે કે દર મહિને 16 લાખ રુપિયા તેઓ આપે છે.

અમિતાભ બચ્ચન

ઈન્ડસ્ટ્રીના શહેનશાહ અમિતાભ બચ્ચનના બોડીગાર્ડનું નામ જીતેન્દ્ર શિંદે ( Amitabh Bachchan Bodyguard ) છે. જો કે હાલ તેઓ તેમની સાથે નથી. પરંતુ તેઓ જીતેન્દ્રને વર્ષે 1.5 કરોડ રુપિયા આપતા હતા.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણના બોડીગાર્ડનું નામ જલાલુદ્દીન શાહ ( Dipika Padukon Bodyguard ) છે. તેઓ અનેક વર્ષોથી દીપિકાની સાથે છે. કપિલ શર્માના એક શોમાં તેણે તેની બધા સાથે મુલાકાત પણ કરાવી હતી. ફિલ્મની શૂટિંગ, પ્રમોશન અને લગભગ તમામ ઈવેન્ટમાં જલાલ દીપિકાની સાથે નજરે પડે છે. તેની વર્ષની સેલેરી 1.2 કરોડ રુપિયા છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટના બોડીગાર્ડનું નામ સુનીલ ટાલેકર છે. રિપોર્ટ પ્રમાણે આલિયા તેને વર્ષે 50 લાખ રુપિયા આપે છે.