ADVERTISEMENT
ADVERTISEMENT

‘પુત્ર, ભાઈ, પતિ, પિતા અને હવે ફાઉન્ડર’- 42માં જન્મદિને અભિનેતામાંથી બિઝનેસમેન બન્યો રણબીર કપૂર

બૉલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર આજે 28 સપ્ટેમ્બરના રોજ પોતાનો 42મો જન્મદિન મનાવી રહ્યો છે. આ ખાસ અવસરે ફેન્સ સોશિયલ મીડિયામાં પોત-પોતાના આગવા અંદાજમાં અભિનેતાને શુભકામના પાઠવી રહ્યા છે. એવામાં રણબીર કપૂરે પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપી છે. હકીકતમાં અભિનેતા હવે બિઝનેસમાં હાથ અજમાવવા જઈ રહ્યો છે. રણબીર કપૂરની માતા નીતુ કપૂરે આ જાણકારી આપી છે.

નીતુ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર રણબીરનો એક વીડિયો શેર કરીને પુત્રને જન્મદિનની શુભકામના પાઠવી છે. આ વીડિયો સાથે નીતુ કપૂરે લખ્યું કે, પુત્ર, ભાઈ, પતિ, પિતા અને હવે ફાઉન્ડર. જન્મદિનની શુભકામના રણબીર. આશા છે કે, ARKSનો જન્મ આ દિવસને ખાસ બનાવશે. તને મારા આશીર્વાદ.

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT