ઈન્ટરનેશનલ ઈન્ડિયન એકેડમી એવોર્ડ 2024 શરૂ થઈ ગયો છે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટ ત્રણ દિવસ સુધી ચાલશે અને 27મી સપ્ટેમ્બરે પહેલો દિવસ સાઉથ ઈન્ડસ્ટ્રી માટે ખાસ હતો. આઈફા ઉત્સવમ 2024ના પહેલા દિવસે કન્નડથી લઈને તમિલ સિનેમાના સ્ટાર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને ‘વુમન ઓફ ધ યર’થી સન્માનિત કરવામાં આવી.
અબુ ધાબીમાં યોજાયેલા IIFA એવોર્ડ્સનો પ્રથમ દિવસ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સિનેમાને સમર્પિત હતો. શુક્રવારે આયોજિત એવોર્ડ સમારોહમાં તેને તેના સારા અભિનય બદલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી એવોર્ડ મળ્યા હતા. સુપરહિટ ફિલ્મ પોનીયિન સેલવાન 2 એ એવોર્ડ નાઇટમાં સૌથી વધુ ટાઇટલ મેળવ્યા હતા.
આ ફિલ્મે પાંચ-પાંચ એવોર્ડ જીત્યા હતા. પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયને પણ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સન્માનિત કરવામાં આવી છે.
IIFA ઉત્સવમ 2024 ની સંપૂર્ણ વિજેતાઓની સૂચિ
બેસ્ટ ફિલ્મ (તમિલ) – જેલર
બેસ્ટઅભિનેતા (તમિલ) – વિક્રમ (પોનીયિન સેલવાન 2)
બેસ્ટ અભિનેતા (તેલુગુ) – નાની (દસરા)
બેસ્ટ અભિનેત્રી (તમિલ) – ઐશ્વર્યા રાય (પોનીયિન સેલ્વન 2)
બેસ્ટ દિગ્દર્શક (તમિલ) – મણિરત્નમ (પોનીયિન સેલવાન 2)
બેસ્ટસંગીત નિર્દેશક (તમિલ) – એઆર રહેમાન (પોનીયિન સેલવાન 2)
નેગેટિવ ભૂમિકામાં બેસ્ટ પ્રદર્શન (તમિલ) – એસજે સૂર્યાહ (માર્ક એન્થોની)
નેગેટિવ ભૂમિકામાં બેસ્ટ પ્રદર્શન (તેલુગુ) – શાઇન ટોમ ચાકો (દસરા)
નેગેટિવ ભૂમિકામાં શ્રેષ્ઠ પ્રદર્શન (મલયાલમ) – અર્જુન રાધાકૃષ્ણન (કન્નુર સ્ક્વોડ)
બેસ્ટ સહાયક અભિનેતા (તમિલ) – જયરામ (પોનીયિન સેલવાન 2)
બેસ્ટ સહાયક અભિનેત્રી (તમિલ) – સહસાર શ્રી (ચિથા)
બેસ્ટ ડેબ્યુ ફીમેલ (કન્નડ) – આરાધના રામ (કટેરા)
આઉટસ્ટેન્ડિંગ એક્સીલેંસ ઈન કન્નડ સિનેમા- ઋષભ શેટ્ટી
આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઈન ઈન્ડિયન સિનેમા- ચિરંજીવી
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન- પ્રિયદર્શન
ભારતીય સિનેમાની વુમન ઓફ ધ યર – સામંથા રૂથ પ્રભુ
ગોલ્ડન લેગસી એવોર્ડ- નંદમુરી બાલકૃષ્ણ
IIFA ઉત્સવનું આયોજન પ્રથમ દિવસે રાણા દગ્ગુબાતી અને તેજા સજ્જા દ્વારા કરવામાં આવ્યું હતું. હવે વધુ બે દિવસ સુધી ચાલનાર આઈફાને શાહરૂખ ખાન અને વિકી કૌશલ હોસ્ટ કરશે. આ એવોર્ડ 29 સપ્ટેમ્બર સુધી ચાલશે.