સાત અમર ચિરંજીવીઓ માનાં એક : શ્રીરામનાં પરમ ભક્ત. ધીર, પ્રાજ્ઞા, વીર અને રાજનીતિ નિપુણ, બળબુધ્ધિ, સંપન્ન અને આજીવન બ્રહ્મચારી, માનસ શાસ્ત્ર સાહિત્ય, તત્વજ્ઞાાન અને વ્યાકરણનાં પ્રખર જ્ઞાાતા : પ્રત્યુત્પન્નમતિ અને છતાં નિરાભિમાની પવનપુત્ર હનુમાનજીનું ભારતભરનાં માનવહૃદયોમાં શ્રીરામનાં જેટલું જ આદરણ્ય સ્થાન રહ્યું છે.
નંદી વગરનું જેમ શિવાલય ન હોઈ શકે ! તેમ હનુમાનજીની મૂર્તિ સિવાયનું રાજીમંદિર હોઇ ન શકે ! આટલો અતૂટ સંબંધ ભક્ત ભગવાન વચ્ચે આપણે કલ્પ્યો છે ? અતુલિત બળનાં ધામ સ્વરૂપ શ્રી.. હનુમાનજી યુવાનોની પ્રેરણામૂર્તિ છે. એટલું જ નહિ, અખાડાનાં આરાધ્ય દેવ પણ છે !
મારુત અને અંજલિના સપુત્ર બાળબહ્મચારી શ્રીહનુમાનજીએ નાનપણમાં સૂર્યના ધખધખતાં ગોળાને રમવાનો લાલ રંગનો દડો સમજીને એને પકડવા આસમાનમાં કૂદકો માર્યો. પ્રભુ શ્રીરામસીતાને પોતાનાં હૃદયમાં બિરાજમાન છે. તે સત્યતા છાતી ચીરીને પ્રસ્થાપિત મૂર્તિનાં દર્શન કરાવે છે ! પ્રભુ શ્રીરામજીની કૃપાથી તેઓ આકાશમાં વિચરી શકે છે.
સમુદ્રનું ઉલ્લંઘન કરી લંકાનગરીમાં જઈ સીતાજીને શોધી કાઢી આજ લંકાનું દહન કરે છે. અમર ચિરંજીવી હોવાથી કૃષ્ણાવતારમાં ભીમનાં અહંકારના ગર્વને ખંડિત કરે છે. તેમજ અર્જુનનાં રથ પર વિરાજમાન રહે છે. આ બધી ગૌરવગાથા અને પરાક્રમોની કથાઓ પ્રચલિત રહી છે.
હનુમાનજી અંગે કહે છે – આદર્શ બ્રહ્મચારી, આદર્શ સચિવ, આદર્શ ભક્ત-સેવક અને નિષ્કામ સમાજ હિત કર્તા હનુમાનજીનું ચિત્ર અને ચરિત્ર ભવ્ય રહ્યું છે કે માનવજાતમાં એ સાચું નહી લાગે માટે મહર્ષિ વાલ્મિકીએ તેમને વાનરરૂપ આપ્યું શબ્દાર્થ પ્રમાણે ‘વા-નર’ એટલે ઉતરતો નર, પણ હનુમાનજી બાબતે તો એ નરશ્રેષ્ઠોમાં પણ શ્રેષ્ઠ છે ! બુધ્ધિમતાં વરિષ્ઠ છે. પૂ.પાંડુરંગ દાદા કહે છે.
આજ રાવણી વિચારો અને વૃત્તિઓનું દહન કરનારા તથા ભારતીય સંસ્કૃતિ રક્ષક વીર પુરુષોની જરૂરત છે. હનુમાનજી એટલે દાસ્યભક્તિ, આદર્શ હનુમાન એટલે સેવક અને સૈનિકનો સહયોગ, ભક્તિ અને શક્તિનો સુભગ સંગમ્ । ભક્તિ શુન્ય શક્તિ માનવને રાક્ષસ બનાવે છે. જ્યારે ભક્તિયુક્ત શક્તિ માનવને દૈવત્વ પ્રદાન કરે છે !!
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)