હાલમાં શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે અને ઉલટી દિશામાં આગળ વધી રહ્યા છે. જેનો લાભ ઘણી રાશિઓને મળશે.
દિવાળીના થોડા દિવસો બાદ જ 15 નવેમ્બર, 2024ના રોજ શનિદેવ માર્ગી થશે. આવો જાણીએ કઈ રાશિ માટે શનિની સીધી ચાલ વધુ ફાયદાકારક રહેશે.
વૃષભ: શનિ માર્ગી થતાં જ તમારું સુતેલું ભાગ્ય જાગી જશે અને સફળતાના બંધ દરવાજા ચારે બાજુથી ખુલવા લાગશે.
સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને અટકેલા કામને ગતિ મળશે. દરેક ક્ષેત્રમાંથી સારા સમાચાર સાંભળવા મળશે.
મિથુનઃ- શનિદેવ સીધી ચાલ ચાલતા જ તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો થશે, જે ભવિષ્યમાં પણ ફાયદાકારક રહેશે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે અને ઘણી પ્રગતિ થશે.
કુંભ: કુંભ એ શનિની સ્વરાશિ છે અને આ રાશિમાં શનિ માર્ગી થશે. આવી સ્થિતિમાં કુંભ રાશિના જાતકોને સૌથી વધુ શુભ ફળ મળશે. કેટલાક સમયથી ચાલી રહેલા અવરોધો દૂર થશે અને અટકેલા કામને ગતિ મળશે. તેમજ આવકના નવા સ્ત્રોત પણ પ્રાપ્ત થશે. પૈસા આવવાથી તમારું મન પ્રસન્ન રહેશે.
મીન: દિવાળી પછીનો સમય આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. 15 નવેમ્બર પછી તમને કરિયર અને બિઝનેસમાં નફો મળવા લાગશે. આ સમયે, તમારી કારકિર્દીમાં વૃદ્ધિ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)