ADVERTISEMENT
ADVERTISEMENT

અબુ ધાબીમાં એવોર્ડ્સ સેરેમની, રેખા-નોરા અને ક્રિતીની કમાલ

અબુ ધાબી ખાતે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સનું આયોજન થયું હતું. શાહરૂખ ખાન અને વિકી કૌશલે આ સમગ્ર ઈવેન્ટ હોસ્ટ કરી હતી. વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવાની સાથે લાઈવ પરફોર્મન્સ પણ યોજાયા હતા.

ખાસ કરીને 69 વર્ષનાં રેખાએ 20 મિનિટ સુધી સ્ટેજ પર ડાન્સ કરીને દરેકનું ધ્યાન ખેંચ્યુ હતું. આ ઉપરાંત ક્રિતિ સેનન, અનન્યા પાંડે, નોરા ફતેહી, શાહિદ કપૂરના પરફોર્મન્સે પણ દાદ મેળવી હતી.

હેમા માલિની, અનિલ કપૂર, જાન્હવી કપૂર, ટાઈગર શ્રોફ, રણબીર કપૂર-આલિયા ભટ્ટ સહિત અનેક સેલિબ્રિટીઝે આ એવોર્ડ સેરેમનીમાં હાજરી આપી હતી.

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT