ADVERTISEMENT
ADVERTISEMENT

RTM નિયમ શું છે? IPLઓક્શનમાં કેવી રીતે થશે તેનો ઉપયોગ; જાણો

IPL 2025 પહેલા મેગા ઓક્શનને લઈને ઘણા મહત્વપૂર્ણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં RTM કાર્ડનો વિકલ્પ પણ છે. IPL ગવર્નિંગ કાઉન્સિલે જણાવ્યું હતું કે દરેક ફ્રેન્ચાઇઝી રિટેન્શન અથવા RTM દ્વારા 6 ખેલાડીઓને જાળવી શકે છે. જો કે, આમાંથી 5 ડાયરેક્ટ રીટેન્શન દ્વારા અને 1 RTM દ્વારા જાળવી શકાય છે. મેગા ઓક્શનમાં RTM નિયમ નવો નથી પરંતુ 2022ની સિઝનની યોજાયેલી મેગા ઓક્શન પહેલા તેને હટાવી દેવામાં આવ્યો હતો.

જો કે, હવે તેણે ફરી એકવાર વાપસી કરી છે .

RTM શું છે?

RTM એટલે કે રાઇટ ટુ મેચ કાર્ડ એ એક વિકલ્પ છે જે હરાજી દરમિયાન ટેબલ પર ફ્રેન્ચાઇઝીઓને આપવામાં આવે છે. આ કાર્ડ ફ્રેન્ચાઇઝીને વધારાની રીટેન્શન સ્પોટનો ઉપયોગ કરવાની અને અન્ય ટીમ જેટલી કિંમતે ખેલાડીને ખરીદે છે તેને પોતાની જુની ટીમ તેટલી રકમ આપીને સાઈન કરી શકે છે. આ વિકલ્પનો ઉપયોગ છેલ્લે 2018 IPL પહેલા ખેલાડીઓની મેગા ઓક્શનમાં કરવામાં આવ્યો હતો.

જો કોઈ ફ્રેન્ચાઈઝી છ ​​ખેલાડીઓને જાળવી રાખે છે (5 કેપ્ડ અને 1 અનકેપ્ડ) તો તેને મેગા ઓક્શનમાં એક પણ RTM નહીં મળે. જ્યારે, જો તે માત્ર પાંચ ખેલાડીઓને જાળવી રાખે છે (4 કેપ્ડ અને 1 અનકેપ્ડ) તો તેને RTM કાર્ડ મળશે. આ રીતે, નિર્ધારિત મર્યાદા કરતાં ઓછા ખેલાડીઓ જાળવી રાખવામાં આવે છે, તો તમે વધુ RTM મેળવી શકો છો.

ADVERTISEMENT
ADVERTISEMENT

IPL 2025 મેગા ઓક્શનમાં RTM નો ઉપયોગ કેવી રીતે થશે?

આ વખતે આરટીએમને લઈને મેગા ઓક્શનમાં ટ્વિસ્ટ આવ્યો છે. આ અંતર્ગત, આ વખતે જો કોઈપણ ફ્રેન્ચાઈઝી RTMનો ઉપયોગ કરશે, તો જે ટીમ તે ખેલાડી માટે મહત્તમ બોલી લગાવશે તેને વધુ એક તક આપવામાં આવશે. જો ટીમ બિડમાં વધારો કરે છે, તો RTMનો ઉપયોગ કરતી ફ્રેન્ચાઇઝીએ એટલી જ રકમ ચૂકવવી પડશે. અમે તમને એક સરળ ઉદાહરણ દ્વારા આ સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ.

ઉદાહરણ: જો તુષાર દેશપાંડેની હરાજી થઈ રહી છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના માટે સૌથી વધુ રૂ. 6 કરોડની બોલી લગાવી છે, તો ચેન્નાઈ સુપર કિંગ્સ (તુષારની વર્તમાન ફ્રેન્ચાઈઝી)ને પહેલા પૂછવામાં આવશે કે શું તેઓ તેમના RTMનો ઉપયોગ કરવા ઈચ્છે છે. જો CSK RTM નો ઉપયોગ કરે છે, તો RCBને રકમ વધારવા અને અંતિમ બિડ લગાવવાની બીજી તક આપવામાં આવશે. જો RCB રૂ. 9 કરોડની અંતિમ બિડ કરે છે તો CSK તેમના RTMનો ઉપયોગ કરી શકે છે અને રૂ. 9 કરોડમાં તુષારને ફરીથી સાઇન કરી શકે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT