સામગ્રી
બેસન- 3 કપ
દેશી ઘી- 1 1/4 કપ
દૂધ- 1 કપ
માવો- 1/2 કપ
એલચી પાઉડર- 1/4 ટી સ્પૂન
ડ્રાય ફ્રૂટ્સ- 1 ટેબલ સ્પૂન
પીળો ફૂડ કલર- 1 ચપટી
ખાંડ- 1 1/2 કપ
મોહનથાળ બનાવવાની રીત
– સૌ પ્રથમ બેસનમાં લોટ મા ગરમ દૂધ અને ઘી નો ધાબો લગાવીને બે ક્લાક માટે રાખી દો.
– હવે બેસનને મસળીને જ્યાં સુધી દાણાદાર ન બને ત્યાં સુધી મસળતા રહો.
– તે પછી તેને કાણાદાર ચાલણીથી ચાળી લો.
– હવે એક કડાહીમાં ઘી ગરમ કરી બેસન ને ધીમા તાપે શેકી લો.
– એક વાટકી મા દુધ મા પીળો રંગ નાખી સારી રીતે મિક્સ કરી સેકેલા લોટ મા કલર વારું દુધ માવો ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
– હવે એક બીજા વાસણમાં પાણી નાખી તેની એક તારની ચાસણી બનાવી લો.
– હવે ચાસણી મા શેકેલો લોટ સારી રીતે મિક્સ કરી લો
– ગ્રીસ કરેલી પ્લેટ મા મોહન થાળ પાથરી એક સરખુ લેવલ કરી તેના ઉપર સમારેલા ડ્રાયફ્રૂટસની ભભરાવી દો અને એક સરખુ કરી દો.
– ઠરી જાય એટલે તેના પીસ કરી લો તૈયાર છે માવા વાળો મોહન થાળ