બાજરીના ઢેબરા બનાવાની રીત

સામગ્રી :

1. બાજરા નો લોટ1 1/2 કપ

2. લાલ મરચું1 નાની ચમચી

3. હળદર1/2 નાની ચમચી

4. ધાણાજીરું1 નાની ચમચી

5. તલ1 ચમચી

6. તેલ2 કપ તળવા માટે

7. કોથમીર1 કપ ઝીણી સમારેલી.

8. દહીં1 મોટી ચમચી

9. મીઠું2 નાની ચમચી

10. પાણી1/2 કપ લોટ બાંધવા માટે

બનાવવાની રીત:

– સૌપ્રથમ એક વાડકામાં બાજરા નો લોટ લો.

– એક મોટા બાઉલમાં બાજરીનો લોટ, ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર, હળદર, દહીં, તલ અને મીઠું નાખોં અને બરાબર મિક્ષ કરો .

– આ મિશ્રણ માં ધીમે ધીમે પાણી મેળવતા જાઈ ને લોટ બાંધી લો.

– બાજરા ના લોટના નાના પૂરી જેટલા ગોળાકાર લુઆ પાડી લો. હવે આ ગોળાકાર લુઆ ને બંને હથેળી માં જરાક દબાવી ને લંબગોળાકાર પેટીસ જેવો આકાર આપો.

– હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ બરાબર ગરમ થયું છે કે નહિ તે ચકાસી લો.

– તેલ ગરમ થઇ ગયું હોય તો તેમાં બાજરાના વડા તળવા. વડાને તળીને પ્લેટમાં કાઢી લો.

– તમારા સ્વાદિષ્ટ બાજરીના ઢેબરા તૈયાર છે.

– તેને ટામેટા સોસ, લીલી ચટણી કે ગરમા ગરમ ચા સાથે સર્વ કરવું.