મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરમાંથી એક રહ્યો છે. ધોનીનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે. ધોની સાથે પોતાના સંબંધને લઈને સાઉથની એક્ટ્રેસ રાય લક્ષ્મીએ કહ્યું હતું કે, તેની સાથે મારો સંબંધ દાગ જેવો હતો. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે.
તેનું નામ રાય લક્ષ્મી સાથે પણ જોડાયું હતું. રાય લક્ષ્મીએ ખુદ મીડિયા સામે આવીને કહ્યું હતું કે, તે ધોની સાથે રિલેશનશિપમાં હતી. તેણે ધોની સાથે પોતાના સંબંધને દાગ ગણાવ્યો છે. તેને ઉમેર્યું કે હજુ લોકો શું કામ યાદ રાખે છે
રાય લક્ષ્મીએ 2014માં ધોની સાથે પોતાના સંબંધ અને બ્રેકઅપને લઈને ખુલીને વાત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, મને વિશ્વાસ થઈ ગયો છે કે, ધોની સાથે મારો સંબંધ એક દાગ કે નિશાન જેવો હતો.
લક્ષ્મીએ આગળ કહ્યું કે, ‘મને ખબર હતી કે આ દાગ લાંબા સમય સુધી નહીં જાય. મને વિચારીને નવાઈ થાય છે કે, લોકો પાસે હજુ પણ આ વાત પર ચર્ચા કરવાનો સમય છે. ધોની પછી પણ હું 3-4 રિલેશનમાં રહી. પણ તેના પર કોઈએ ધ્યાન ન આપ્યું.
ધોની અને રાય લક્ષ્મી ઘણીવાર એકસાથે જોવા મળ્યાં હતા. કહેવામાં આવે છે કે, ધોનીનો પહેલો પ્રેમ પ્રિયંકા ઝા નામની છોકરી હતી. તેનું મોત એક અકસ્માતમાં થયું હતું. હાલ ધોની પોતાની પત્ની સાક્ષી સાથે ઘણો ખુશ છે. સાક્ષી હંમેશા ધોનીને સપોર્ટ કરવા માટે મેદાનમાં આવે છે. ધોનીને એક દીકરી પણ છે જેનું નામ જીવા છે. જીવા પણ પિતાને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં આવે છે.
રાય લક્ષ્મી સાઉથ ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી છે. તે જ્યારે 15 વર્ષની હતી ત્યારથી તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. લક્ષ્મીએ ઘણી હિટ ફિલ્મો પણ આપી છે