લોકપ્રિય ગાયક મણિરાજ બારોટની 18મી પુણ્યતિથિ, નવરાત્રિના દિવસે જ કર્યો હતો દેહત્યાગ

સુની રે ડેલીને સુના ડાયરા… એક સમય હતો જ્યારે મણિરાજ બારોટના ડાયરાને સાંભળવા માટે લોકોનું ઘોડાપૂર ઉમટતું. ડાયરાના તેઓ બેતાજ બાદશાહ હતા. તેમણે ગુજરાતની જનતાને જે ઘેલું લગાડ્યું એ ડાયરામાં આજે પણ તેમની ખોટ કોઈ પૂરી શક્યું નથી.

રાજલ બારોટે પિતા મણિરાજ બારોટને આપી શ્રદ્ધાંજલિ

લોકપ્રિય ગાયક મણિરાજ બારોટની આજે 18મી વાર્ષિક પુણ્યતિથિ છે.

ત્યારે આ નિમિત્તે તેમની પુત્રી રાજલ બારોટે તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

નવરાત્રિના દિવસે જ મણિરાજ બારોટે દેહત્યાગ કર્યો

મહત્વની વાત તો એ છે કે નવરાત્રિમાં તેમના ગરબા જ્યાં પણ યોજાય ત્યાં લોકોની ભારે ભીડ પહોંચી જતી હતી. અને આ જ નવરાત્રિમાં આઠમના દિવસે 2006માં રાજકોટ ખાતે તેમનું હાર્ટ એટેકથી માત્ર 42 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

મણિરાજ બારોટને ગળથુથીમાંથી મળ્યા હતા સંગીતના સુર

મણિરાજ બારોટના જન્મ ઉત્તર ગુજરાતના પાટણ ખાતે થયો હતો. સંગીતના સૂર તો નાનપણથી જે તેમને ગળથુંથીમાંથી મળ્યા હતા. તેમના પિતા સારંગી વગાડતા હતા અને માતા લગ્નગીતો અને ભજતો ગાતા હતા. તેમને ચાર સંતાનો હતો. જેમાં હાલ રાજલ બારોટ પણ એક પ્રસિદ્ધ ગાયક છે.

મણિરાજ બારોટ એક ગાયકની સાથે સારા વાદક હતા, તમે તેમને નવરાત્રિ દરમિયાન શરણાઈ, વાંસળી, ઢોલક કે હાર્મોનિયન વગાડતાં વીડિયોમાં જોયા જ હશે.

મણિરાજ બારોટના પ્રસિદ્ધ ગીતો અને સનેડો

મણિરાજ બારોટના ભજનોથી લઈને તેમના સનેડો, લોકગીતો અને ગરબા આજે પણ લોકમુખે છે. મણિરાજ બારોટ નવમા ધોરણમા ચાર વાર નાપાસ થયા બાદ ડાયરાની પોતાનું જીવન બનાવી દીધું હતું.

તેમના હંબો હંબો વિછુડો, મણિયારોથી લઈને લાલ લાલ સનેડોએ લોકોના દિલ જીતી લીઘા હતા. મણિરાજ બારોટના જૂના વીડિયોને આજે પણ લોકો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરે છે.